૩૦.૭૨લાખ રૃપિયાના દારૃના કેસમાં પાંચ મહિનાથી વોન્ટેડ ભાલીયાપુરાનો આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હાઇવે પર જાંબુવા નજીકથી દવાની આડમાં હરિયાણાથી કન્ટેનર ભરીને લાવવામાં આવેલો વિદેશી દારૃનો જથ્થો એલ.સી.બી.ની ટીમે જપ્ત કર્યો હતો. આ ગુનામાં સામેલ આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમે મળેલી માહિતીના આધારે તરસાલીથી જાંબુવા જવાના રોડ પર માતૃછાયા ગેસ્ટ હાઉસની પાછળ કચરાની ડમ્પીંગ સાઇટની પાછળ ખુલ્લા મેદાનમાં દારૃનો જથ્થો ભરેલા કન્ટેનરમાંથી દારૃના થતા કટિંગસ સમયે જ રેડ કરી હતી. પોલીસે દવાની બોટલની આડમાં સંતાડેલા વિદેશી દારૃના જથ્થા સાથે જૈદમોહંમદ આસુ મોહંમદખાન,ઉં.વ.૩૦ (રહે. ખીલ્લુકા ગામ, તા.હતીન, જિ.પલવલ,હરિયાણા)ને ઝડપી પાડયો હતો. પોલીસે દારૃની ૧૧,૩૮૩ બોટલ કિંમત રૃપિયા ૩૦.૭૨ લાખ, કન્ટેનર, મોબાઇલ અને ૩ લાખની દવાઓ સહિત ૫૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દારૃ મોકલનાર અને મંગાવનારના નામ ખૂલતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ગુનામાં નાસતા ફરતા આરોપી આકાશ અશોકભાઇ ઠાકરડા (રહે. ભાલીયાપુરા ગામ) ને પોલીસે ઝડપી પાડયો છે. આરોપીના રિમાન્ડ નામંજૂર થતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ ૧૦ ગુનાઓ નોંધાયા છે.




