Baroda

છેડતીના ગુનામાં સામેલ આરોપીની પાસામાં અટકાયત

By GS Team
14 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેર પોલીસે ૩ આરોપીઓને પાસા હેઠળ જેલભેગા કર્યા છે. છેડતીના ગુનામાં યશ ઉર્ફે લસ્સી વસાવાને ભાવનગર, મારામારીના ગુનામાં વિવેક ઉર્ફે બન્ની કેવલાણીને અમદાવાદ અને દારૂના ગુનામાં ગોપાલસિંહ રાવતને સુરત જેલમાં મોકલાયા છે. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન કાર્યવાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છેડતીના ગુનામાં સામેલ આરોપીની પાસામાં અટકાયત

છેડતીના ગુનામાં સામેલ આરોપી યશ ઉર્ફે લસ્સી સંતોષભાઇ વસાવા (રહે.દિનદયાલનગર, વુડાના મકાનમાં, ગોત્રી) ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. મારામારીના ગુનામાં સંડોવાયેલા વિવેક ઉર્ફે બન્ની મોહનભાઇ કેવલાણી (રહે. ટેક્સટાઇલ સોસાયટી, ફતેગંજ) ને પાસા હેઠળ અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે ત્રીજા કેસમાં દારૃના ગુનામાં ંસંડોવાયેલા ગોપાલસિંહ ડુંગરસિંહ રાવત (રહે. સાંગાવાસ ગામ, તા.દેવગઢ, જિ .રાજસમંદ, રાજસ્થાન) ને પાસા હેઠળ સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.