૪.૭૫ કરોડની ઠગાઇમાં દુબઇથી આવેલો આરોપી એરપોર્ટ પર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જેતલપુર વિસ્તારમાં સ્કીમ મૂકનાર ધરતી એસોસિએટ્સના ભાગીદારો સાથે પોણા પાંચ કરોડની ઠગાઇ કરવાના કેસમાં એલ.ઓ.સી.ના આધારે દુબઇથી મુંબઇ એરપોર્ટ પર ઉતરેલો એક આરોપી ઝડપાઇ ગયો હતો.
સુભાનપુરા-ગોત્રી રોડ પર સમૃધ્ધિ સોસાયટીમાં રહેતા ધરતી એસોસિએટ્સના ભાગીદાર વિજય ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,જેતલપુરની શ્રીનગર સોસાયટીમાં અમારી પેઢીએ રૃ.૩.૬૪ કરોડમાં ૬૨૭ ચોમીનો પ્લોટ ખરીદી ત્યાં ધરતી રીવેરા પ્રોજેક્ટ મૂકી ૧૦ ફ્લેટ બનાવ્યા હતા. નિશીથ સાથે કરાર કરી બીજા બે ફ્લેટ વેચાતા અમે તેને રૃ.૩૫ લાખનું કમિશન ચૂકવ્યું હતું.ત્યારબાદ નિશીથ પંચાલ,જીગર ઠક્કર,જીગ્નેશ રાણપુરા સહિતના લોકોએ અમારા નહિ વેચાયેલા ફ્લેટ્સ બોગસ દસ્તાવેજો અને સહીઓ કરી વેચી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.
તેમજ ૭ ફ્લેટ એવા વેચી દીધા હતા કે જે ફ્લેટ અસ્તિત્વમાં જ નથી. પોલીસે જણાવ્યું છે કે, આ ગુનામાં મુખ્ય સૂત્રધાર નિશીથ પંચાલ પણ દુબઇ ભાગી ગયો છે. આ કેસમાં સંડોવાયેલો આરોપી મેઘલ નરેન્દ્રભાઇ ગાંધી (રહે.રાજમહેલ રોડ) દુબઇથી મુંબઇ એરપોર્ટ પર ઉતરતા તેને ઝડપી લેવાયો હતો. પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ પણ લીધા હતા. રિમાન્ડ પૂરા થતા આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.




