વ્હાઇટ કોલર ક્રાઇમમાં પોલીસની ઢીલી નિતીના કારણે આરોપી વિદેશ ભાગી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઘરફોડ ચોરી જેવા ગુનામાં આરોપી ભાગી ના જાય તે માટે પોલીસ શરૃઆતમાં માત્ર અરજી લઇને તપાસ કરે છે. આરોપીને હસ્તગત કર્યા પછી ગુનો દાખલ કરે છે. પરંતુ, ૪૬ કરોડના વ્હાઇટ કોલર ક્રાઇમમાં સંડોવાયેલા આરોપીને પકડયા પહેલા જ પોલીસ ગુનો દાખલ કરી દે છે. જેના કારણે મુખ્ય આરોપી સહિત અન્ય આરોપી વિદેશ રવાના થઇ જાય છે.
વડોદરાના બિલ અને ભાયલી ખાતે ભાગીદારીમાં કન્સ્ટ્રક્શન સાઇટ બનાવનાર અમદાવાદના બિલ્ડર સાથે મકાનો વેચી આપવાના નામે વાતચીત કરનાર નિશિત પંચાલ અને તેના સાગરીતોએ બોગસ દસ્તાવેજો બનાવી વિલા અને ફ્લેટ્સ વેચીને રૃ.૪૧ કરોડનું કૌભાંડ આચર્યું હોવાની જુદી જુદી બે પોલીસ ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ છે. જેમાં કુલ ૨૨ આરોપીઓને દર્શાવાયા છે. જે પૈકી છ આરોપીને પોલીસે ઝડપી પાડી સોમવાર સુધીના રિમાન્ડ લીધા છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા ભેજાબાજ નિશિત પંચાલ સામે દોઢ મહિના અગાઉ પણ જેતલપુરની શ્રીનગર સોસાયટીના ફ્લેટ અંગે પોણા પાંચ કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. તે ગુનામાં એવી વિગતો જાણવા મળી છે કે, ગુનો દાખલ થયો તે જ દિવસે આરોપી નિશિત પંચાલ તથા અન્ય આરોપીઓ વિદેશ ભાગી જાય છે. જે અંગે પોલીસની કામગીરી અંગે પ્રશ્નો ઉપસ્થિત થયા છે. હવે પોલીસ જણાવે છે કે, આરોપીને હસ્તગત કરવા માટે એલ.ઓ.સી.ની કાર્યવાહી કરવામંા આવી છે. જો શરૃઆતમાં જ પોલીસે આરોપીને હસ્તગત કરી લીધો હોત તો આ ગુનામાં હજી વધુ પુરાવાઓ પોલીસ મેળવી શકતી.









