ખોડિયાર નગર નજીકથી દારૃ ભરેલી કાર સાથે આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખોડિયારનગર નજીકથી એલ.સી.બી. ઝોન - ૪ ની ટીમે દારૃ ભરેલી કાર સાથે એક આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.
એલ.સી.બી. ઝોન - ૪ ને માહિતી મળી હતી કે, અજય અમરાભાઇ દેસાઇ કારમાં દારૃ અને બિયરનો જથ્થો ભરીને લાવ્યો છે. હાલમાં આ કાર સફેદ વુડાના મકાન પાસે પાર્ક થયેલી છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા અજય અમરાભાઇ દેસાઇ (રહે. સફેદ વુડાના મકાનમાં) મળી આવ્યો હતો. તેની કારમાંથી પોલીસે દારૃની
તેણે પોલીસને જણાવ્યું છે કે,આ દારૃનો જથ્થો મને મેહુલ નામનો શખ્સ આપી ગયો છે. જેથી,પોલીસે મેહુલને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે દારૃની ૩૧૨ બોટલ કિંમત રૃપિયા ૮૩,૨૫૦ ની કબજે કરી છે.પોલીસે દારૃ, કાર અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૩.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.




