જૂથ અથડામણ બાદ એબીવીપીએ પોલીસ મથકનો ઘેરાવો કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા શુક્રવારની રાત્રે કાઢવામાં આવેલી શ્રીજીની આગમન સવારીમાં થયેલી મારામારી બાદ એબીવીપી દ્વારા આજે સયાજીગંજ પોલીસ મથકનો ઘેરાવો કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ પોલીસ મથકમાં બેસીને ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
એબીવીપીના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, એબીવીપીના કાર્યકરો પર પૂર્વઆયોજિત ઢબે આગમન સવારીમાં આઈસા ગુ્રપના પાર્થ પંડયા અને બીજા વિદ્યાર્થીઓ દ્વારા લાઠી અને બીજા સાધનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ત્રણ કાર્યકરોને ઈજા થઈ છે.આ પૈકી એકને માથામાં વાગ્યું છે અને તેની હાલત ગંભીર છે.
એબીવીપીએ કહ્યું હતું કે, આઈસા ગુ્રપના હુમલાખોરો પર કાર્યવાહી નહીં કરવા માટે પોલીસ પર રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ પક્ષપાતી વલણ અપનાવી રહી છે.જો પોલીસ એબીવીપી કાર્યકરો પર હુમલો કરનારાઓની ધરપકડ નહીં કરે તો એબીવીપી પોલીસ મથકમાં દેખાવો કરવાનું ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલના કે એમ હોલ અને એસપી હોલના ગણપતિ બાપાની આગમન સવારી એક સાથે અને એક જ રુટ પર શુક્રવારે રાત્રે નીકળતા અથડામણ થઈ હતી.




