નેવીમાં નોકરી કરતા યુવકે ફાંસો ખાઇને આપઘાત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નેવીમાં નોકરી કરતા યુવકે પત્નીના પિયર ગયા પછી ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજેશ ટાવર રોડ સોમદત્ત પાર્કમાં રહેતા અંસુલ રવિપ્રકાશ ઠાકુર (ઉં.વ.૩૫) અને તેની માતા ગઇકાલે ઘરમાં સૂતા હતા. રાત્રે માતા જાગી ત્યારે તેમના પુત્રે ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, અંસુલ નેવીમાં નોકરી કરતા હતા. અઠવાડિયા પહેલા તેમની પત્ની સંતાન સાથે પિયર જતી રહી હતી. મૃતકની કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી. આપઘાતનું કારણ જાણવા માટે એ.એસ.આઇ. મહેશભાઇએ મૃતકના મોબાઇલ ફોનની પણ તપાસ હાથ ધરી છે.




