Baroda

મોબાઈલ નહીં આપનાર યુવકને ચપ્પુ ના ઉપરા છાપરી પાંચ થી છ ઘા ઝીંકી દીધા

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં નજીવી બાબતે યુવક પર હુમલો થયો છે. રોશન નગરમાં રહેતા આરજુખાન પઠાણ મેડિકલ સ્ટોર પરથી પરત ફરતી વખતે અબ્દુલ પઠાણ અને તેના 2 મિત્રોએ મોબાઈલ આપવાનો ઇનકાર કરતા ચપ્પુના 5-6 ઘા ઝીંક્યા હતા. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. ફતેગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોબાઈલ નહીં આપનાર યુવકને ચપ્પુ ના ઉપરા છાપરી પાંચ થી છ ઘા ઝીંકી દીધા

Vadodara Crime : વડોદરા નવા યાર્ડ વિસ્તારમાં નજીવી બાબતે એક યુવક ઉપર ત્રણ જણાએ હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
નવા યાર્ડના રોશન નગરમાં રહેતા આરજુખાન પઠાણે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે રાત્રે મારી માતા માટે દવા લેવા મેડિકલ સ્ટોરમાં ગયો હતો તે વખતે અબ્દુલ પઠાણ અને તેના બે મિત્રો આવ્યા હતા અને અબ્દુલે મારી પાસે મોબાઈલ નંબર માગ્યો હતો અને મિસ્ડ કોલ કર્યો હતો.
ત્યારબાદ અબ્દુલએ મારો મોબાઇલ જોવા માટે માંગતા મેં મોબાઈલ આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી અબ્દુલે મને મોબાઈલ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હું મારા ઘર તરફ જતો હતો ત્યારે અબ્દુલના બે મિત્રોએ મને પકડ્યો હતો અને અબ્દુલએ કમરના ભાગેથી ચપ્પુ કાઢી મને પાંચ થી છ ઘા ઝીંકી દીધા હતા. બૂમરાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. ફતેગંજ પોલીસે બના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.