Baroda

ત્રણ મહિના પહેલા છૂટાછેડા લેનાર યુવકનો તળાવમાં કૂદી આપઘાત

By GS Team
24 Aug 20261 min read
TukuTouch Logo
વહેલી સવારે દંતેશ્વર તળાવમાંથી 38 વર્ષીય ભાવેશ મકવાણાનો મૃતદેહ મળ્યો. મકરપુરા પોલીસે તપાસ કરતા તળાવ પાસે ચપ્પલ અને આઈકાર્ડ મળ્યા. પોલીસે પરિવારનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, ભાવેશે 14 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. 3 મહિના પહેલા પત્નીથી છૂટાછેડા થયા હતા. પોલીસે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ મહિના પહેલા છૂટાછેડા લેનાર યુવકનો તળાવમાં  કૂદી આપઘાત


આજે વહેલી સવારે દંતેશ્વર તળાવમાંથી એક યુવાનની લાશ મળી આવી હતી. જે અંગ પોલીસને જાણ કરવામાં આવતા મકરપુરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. સુરેશભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. તળાવની નજીક એક ઝાડ પાસે ચપ્પલ પડયા હતા અને તેની પાસે એક આઇ કાર્ડ મળ્યું હતું. આઇકાર્ડ સ્કૂલમાં ભણતા બાળકનું હતું. તેમાં વાલીનો મોબાઇલ નંબર લખ્યો હતો. તેના આધારે પોલીસે સંપર્ક કરતા મૃતકનું નામ ભાવેશ જેસીંગભાઇ મકવાણા ,ઉં.વ.૩૮ (રહે. મોટી છીપવાડ, ખત્રી પોળ, ભદ્ર કચેરી પાસે) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે પરિવારજનોના નિવેદન લેતા એવી વિગતો જાણવા મળી છે કે, ભાવેશે ૧૪ વર્ષ પહેલા તેના જ વિસ્તારમાં રહેતી અંકિતા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન બે સંતાનો છે. છેલ્લા કેટલાક સમયથી ભાવેશ કોઇ કામ કરતો નહતો. છેલ્લે પોર નજીકના એક પમ્પ પર નોકરી કરતો હતો. પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા ત્રણ મહિના પહેલા સ્ટેમ્પ પેપર પર છૂટાછેડાનું લખાણ કરીને બંને અલગ થઇ ગયા હતા.
ગઇકાલે સાંજે ભાવેશ ઘરે એવું કહીને નીકળ્યો હતો કે, હું મિત્રને મળીને આવું છે. રાત્રે ૧૨ વાગ્યે માતાએ ફોન કર્યો ત્યારે ભાવેશે કહ્યું કે, હું પાણીગેટ જ છું, આવું છું. ત્યારબાદ તેનો મોબાઇલ બંધ થઇ ગયો હતો અને સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.