Baroda
હાઇવે પર રોડ ક્રોસ કરતા યુવકનું વાહનની અડફેટે મોત
By GS Team
29 Aug 20261 min read
વડોદરા નજીક નેશનલ હાઈવે-48 પર મોડીરાત્રે કરુણ ઘટના બની. મહાદેવ હોટલ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુ.પી.ના પ્રવેન્દ્રસિંહ દેવપાલસિંહ (ઉં.વ.31)ને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓ થતાં પ્રવેન્દ્રસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કપુરાઈ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક છેલ્લા 10 વર્ષથી વડોદરામાં રહેતા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

શુક્રવારે મોડીરાત્રે નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરતા યુવકને વાહન ચાલકે અડફેટે લેતા તેનું સ્થળ પર જ કરૃણ મોત થયું હતું.
યુ.પી.ના ફરૃખાબાદ જિલ્લાના ગ્રામ જૈતપુર થાનામાં રહેતો પ્રવેન્દ્રસિંહ દેવપાલસિંહ (ઉં.વ.૩૧) છેલ્લા ૧૦ વર્ષથી તેની પત્ની સાથે વડોદરમાં રહેતો હતો. પંરતુ, બે વર્ષથી પ્રવેન્દ્રસિંહ તેના પરિવારના સંપર્કમાં નહતો. ગઇકાલે રાત્રે પોણા અગિયાર વાગ્યે તે નેશનલ હાઇવે - ૪૮ પર મહાદેવ હોટલ નજીક રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન એક વાહન ચાલકે તેને ટક્કર મારતા માથા,ચહેરા અને પગમાં ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.