Baroda
૨૫ દિવસ અગાઉ અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત
By GS Team
13 Aug 20261 min read
માણેજામાં કારની ટક્કરે ગંભીર રીતે ઘાયલ 22 વર્ષીય યશ ઠાકોરનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. ગત 20 જુલાઈએ રાત્રે 10 વાગ્યે યશ બાઇક લઈને કેલનપુર જઈ રહ્યો હતો, ત્યારે માણેજા વિસ્તારમાં એક કારે તેને અડફેટે લીધો હતો. મકરપુરા પોલીસે ગુનો નોંધી કારના નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

માણેજામાં કારની ટક્કરે ઘાયલ ૨૨ વર્ષના યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કારના નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે.
માણેજા વુડાના મકાનમાં રહેતો ૨૨ વર્ષનો યશ વિષ્ણુભાઇ ઠાકોર ગત ૨૦ મી જુલાઇએ રાત્રે ૧૦ વાગ્યે બનેવી વિજયભાઇ પાટણવાડિયાની બાઇક લઇને કેલનપુર ખાતે રહેતા સંબંધીના ઘરે જતો હતો. તે દરમિયાન માણેજા વિસ્તારમાં જ એક કારચાલકે તેને અડફેટે લેતા તે રોડ પર ફંગોળાઇને પડતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.