Baroda

ભાવનગરના યુવકે વડોદરા આવીને જીવન ટૂંકાવી દીધું

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના મંગળબજારમાં આવેલી ગીતા લોજમાં ભાવનગરના 25 વર્ષીય હેમલકુમાર ડાભીએ મધરાત્રે ઉપરના માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો. માનસિક રીતે કંટાળીને આ પગલું ભર્યું હોવાનું અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું હતું. સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હેમલ પરિવારનો એકનો એક પુત્ર હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરના યુવકે વડોદરા આવીને જીવન ટૂંકાવી દીધું

ભાવનગરનો યુવક ગઇકાલે બપોરે વડોદરા આવી મંગળબજારની લોજમાં રોકાયો હતો. મધરાત્રે યુવકે લોજના ઉપરના માળેથી નીચે છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. માનસિક રીતે કંટાળીને તેણે જીવન ટૂંકાવ્યું હોવાનો અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો. સિટિ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભાવનગર વુડા પાનવાડી આંબેડકર ભવન પાસે માસ્ટર સોસાયટીમાં રહેતો ૨૫ વર્ષનો હેમલકુમાર બાબુભાઇ ડાભી ભાવનગરમાં ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કરતો હતો. ગઇકાલે બપોરે પોણા ચાર વાગ્યે તે મંગળબજારમાં આવેલી ગીતા લોજમાં રોકાયો હતો. રાત્રે બહારથી જમવાનું મગાવ્યું હતું. મધરાત્રે અંદાજે અઢી વાગ્યે એકદમ ધડાકાભેર અવાજ આવતા લોજનો સ્ટાફ એકદમ જાગી ગયો હતો. બહાર આવીને જોયું તો હેમલ ઇજાગ્રસ્ત હાલતમાં લોહીલુહાણ થઇને પડયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે સિટિ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મૃતક પાસેથી અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. જેમાં પોતે માનસિક રીતે કંટાળીને આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ છે. મૃતક કયા કારણોસર માનસિક રીતે કંટાળી ગયો હતો,તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હેમલ પરિવારનો એક નો એક પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા તેના મોબાઇલ ફોનની તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લે કોને કોલ કે મેસેજ કર્યો હતો, તેની માહિતી સીડીઆર આવ્યા પછી જાણી શકાશે.