વડોદરાના રાયપુરા ગામે સાસરે જતાે યુવક સ્કૂટર સાથે કાંસમાં ખાબક્યો,મગરના ખોફ વચ્ચે રાત વીતાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીકના રાયપુરા ગામે તળાવ ઓવરફ્લો થતાં ગઇરાત્રે સ્કૂટર સાથે કાંસમાં ખાબકેલા યુવકનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનો બનાવ બન્યો હતો.
આણંદના આંકલાવ નજીક નવાખલ ગામે રહેતો ગોપાલ સોલંકી નામના યુવકના પાંચક મહિના પહેલાં જ વડોદરા પાસેના રાયપુરા ગામે લગ્ન થયા હતા.આ યુવક ગઇકાલે રાત્રે નવાખલથી સ્કૂટર લઇને સાસરીમાં જતો હતો ત્યારે રાયપુરા વડ નજીકથી પસાર થતી વખતે પાણી ભરેલા કાંસમાં ખાબક્યો હતો.
આ કાંસમાં તળાવનું ઓવરફ્લો થયેલું પાણી ભરાયેલું હતું અને સ્કૂટરનું હેન્ડલ દેખાતું હતું.જેથી યુવક તેના પર બેસી ગયો હતો અને મદદ માટે રાહ જોતો હતો.અંધારું હોવાથી બહાર નીકળવું મુશ્કેલ અને જોખમી હતું.વળી તળાવમાં મગર હોવાનો વીડિયો પણ વાયરલ થયો હોવાથી મગરનો પણ ખોફ હતો.તેણે મદદ માટે ૧૧૨ને કોલ પણ કર્યો હતો.પરંતુ ફાયર બ્રિગેડ આવી ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું.
આખરે હિંમત કરીને અઢી કલાક બાદ માંડમાંડ તે બહાર નીકળ્યો હતો અને સ્કૂટર અંદર જ મૂકીને નજીકના ઉંચાઇવાળા એક મકાને પહોંચી થોડીવાર આશરો લઇ સાસરીમાં પહોંચ્યો હતો.સવારે અજવાળું થતાં સ્કૂટર બહાર કાઢવામાં આવ્યું હતું.રાયપુરાના સરપંચ ગણપતભાઇ પરમારે કહ્યું હતું કે,અહીં પાણીના નિકાલની વ્યવસ્થા થવી જરૃરી છે.ચોમાસામાં ગ્રામજનોને ખૂબ હાલાકી વેઠવી પડે છે.અમે આ મુદ્દે હવે જિલ્લા પંચાયતના સદસ્ય સમક્ષ પણ રજૂઆત કરી છે.









