Baroda

વડોદરાના જ્યુબિલી બાગ પાસે રોડ બેસતા ભુવો પડ્યો : વાહનચાલકો પરેશાન

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં જ્યુબિલી બાગ પાસે રોડ બેસી જતાં મોટો ભુવો પડ્યો છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ રિપેરિંગની કામગીરી ચાલુ હોવા છતાં ભુવો પડતા સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો. સામાજિક કાર્યકરે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક ભુવો પુરવા અને યોગ્ય કામગીરી કરવા માંગ કરી છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના જ્યુબિલી બાગ પાસે રોડ બેસતા ભુવો પડ્યો : વાહનચાલકો પરેશાન

Vadodara Corporation : વડોદરાના જ્યુબિલી બાગ પાસે રોડ બેસી જતાં ભુવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. રોડ બેસી જતાં વાહનચાલકોને અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ તંત્ર દ્વારા રોડ પર કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ રોડ બેસી જવાથી સર્જાયેલી સ્થિતિને કારણે સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ સમગ્ર મામલે સામાજિક કાર્યકરે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રોડની કામગીરી વચ્ચે આવી રીતે ભુવો પડવો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તે ગંભીર બાબત છે.
તેમણે તંત્ર દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક ધ્યાન આપી ભુવો પુરવાની તેમજ રસ્તાની યોગ્ય કામગીરી કરવાની માંગ કરી છે. રસ્તા પર સર્જાયેલી આ સ્થિતિને કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.