Baroda

સંગમ ચાર રસ્તા પાસે વાહન ચાલક અને ટોઇંગ ક્રેનના સ્ટાફ વચ્ચે ઝપાઝપી

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
સંગમ ચાર રસ્તા પાસે ટુ વ્હીલર ટોઇંગ મુદ્દે વાહનચાલક અને ટોઇંગ ક્રેનના કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. વાહનચાલકની દલીલ હતી કે તેનું વાહન સફેદ પટ્ટામાં હતું, જ્યારે ટ્રાફિક પોલીસે બહાર હોવાનું જણાવ્યું. ઘટનાસ્થળે લોકોએ દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો. વારસિયા પોલીસે પહોંચી સમાધાન કરાવ્યું, કોઈ ગુનો દાખલ થયો નથી. ટોઇંગ પહેલા ફોટા ન લેવાયાનું સામે આવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

સંગમ ચાર રસ્તા પાસે  વાહન ચાલક અને ટોઇંગ ક્રેનના સ્ટાફ વચ્ચે ઝપાઝપી

સંગમ ચાર રસ્તા પાસે ટુ વ્હીલર ટોઇંગ કરતા વાહન ચાલક અને ટોઇંગ ક્રેનના કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા પછી મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. જોકે, સ્થળ પર હાજર લોકોએ મધ્યસ્થી કરતા મામલો શાંત પડયો હતો.
મળતી માહિતી મુજબ, આજે બપોરે સંગમ ચાર રસ્તા પાસે એક ટુ વ્હીલરને ટ્રાફિક પોલીસની ટોઇંગ ક્રેન દ્વારા ટોઇંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન વાહન ચાલક દોડી આવ્યો હતો. તેની દલીલ હતી કે, મારૃં ટુ વ્હીલર સફેદ પટ્ટાની અંદર જ પાર્ક હતું. જ્યારે ટ્રાફિક પોલીસની દલીલ હતી કે,તમારૃં વાહન સફેદ પટ્ટાની બહાર હતું. આ બાબતે ઉગ્ર બોલાચાલી પછી ક્રેન પર કામ કરતા યુવક સાથે વાહન ચાલકને ઝપાઝપી પણ થઇ હતી. આ અંગે વારસિયા પોલીસને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, બંને પક્ષ વચ્ચે સમાધાનની વાતચીત ચાલી રહી છે. હજી સુધી કોઇ ગુનો દાખલ થયો નથી. ઉલ્લેખનીય છે કે, વાહન ટોઇંગ કરતા પહેલા વીડિયોગ્રાફી અને ફોટા પાડવામાં આવે છે. જેના કારણે આવી તકરાર ના થાય, આ કિસ્સામાં વાહન ટોઇંગ કરતા પૂર્વેે ફોટા લીધા નહીં હોવાનું જાણવા મળ્યું છે.