ભાગીદારો વચ્ચે ફૂટ પડી,દંપતી સાથે 1.39કરોડની ઠગાઇઃઆઠ સામે ગુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જેતલપુર વિસ્તારમાં ઓફિસ ધરાવતા ભાગીદારોએ વ્યવહારોમાં ગેરરીતિ કરી દંપતી સાથે ૧.૩૯ કરોડની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
દિવાળીપુરાની આધ્યા રેસિડેન્સીમાં રહેતા કેતનભાઇ બરવાલિયાએ કહ્યું છે કે,અગાઉ લોજિસ્ટિક કંપનીમાં મેનેજર હતો ત્યારે ક્રિષ્ણાકુમાર શુક્લાની પસંદગી કરી હતી.ત્યારબાદ તેની સાથે સારા સંબંધ થતાં વર્ષ-૨૦૧૬માં મે.હિન્દ ગ્લોબલ એક્ષિમ એલએલપી નામની ભાગીદારી કંપની શરૃ કરી જેતલપુરના વન ઇન્ડિયા બુલ્સ ખાતે બે ઓફિસ રાખી હતી.
આ ભાગીદારી પેઢીમાં સારો એવો નફો થતો હતો અને મારી પત્ની તેમજ ક્રિષ્ણાકુમારની પત્નીને પણ ભાગીદાર બનાવ્યા હતા.પરંતુ ત્યારબાદ નફો ઓછો થવા માંડતા હિસાબો તપાસ્યા હતા.જે દરમિયાન ભાગીદારોએ નાણાંકીય ગોટાળા કરીને કુલ રૃ.૧.૩૯ કરોડની છેતરપિંડી કર્યાનું જણાઇ આવ્યું હતું.
આ ફરિયાદને આધારે પોલીસે ક્રિષ્ણાકુમાર શુક્લા,પ્રિયંકા શુક્લા,જયા શુક્લા(ત્રણેય રહે.મારુતિધામ સોસાયટી, ટીપી-૧૩,છાણી)જ્યોતિ મિશ્રા(સંત રવિદાસ નગર),મૃત્યુંજય મિશ્રા,રચના મિશ્રા,રીટા મિશ્રા(તમામ રહે.વિજયપુર,મિરઝાપુર) અને એસ કે એસોસિએટ સામે ગુનો નોંધ્યો છે.




