Baroda

પત્ની વિશે ખરાબ બોલતા કાપડના વેપારીને મારવાનો પ્લાન બનાવ્યો અને ફાયરિંગ કર્યું

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં પત્ની વિશે ખરાબ શબ્દો બોલવાની અદાવત રાખી મૂળ દિલ્હીના કાપડ વેપારી આશિષ બકોલિયા પર ફાયરિંગ થયું હતું. વાઘોડિયા ચોકડી પાસે બાઈક સવાર 2 અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી. જિલ્લા પોલીસે 2000 CCTV ફૂટેજ તપાસી છત્તીસગઢથી ફાયરિંગ કરનાર ગુરુજીતસિંગ ભઠ્ઠી અને વિક્રમ પ્રતાપસિંહને ઝડપી પાડ્યા છે. વિક્રમ આશિષની પત્ની વિશે બોલવાથી નારાજ હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્ની વિશે ખરાબ બોલતા કાપડના વેપારીને મારવાનો પ્લાન બનાવ્યો અને ફાયરિંગ કર્યું

Vadodara : પત્ની વિશે ખરાબ શબ્દો ઉચ્ચારતા તેની રિષ રાખી વડોદરામાં મૂળ દિલ્હીના વેપારી પર ફાયરિંગ થયું હોવાની વિગતો સપાટી પર આવી છે આ બનાવમાં જિલ્લા પોલીસે છત્તીસગઢથી ફાયરિંગ કરનાર સહિત બેની અટકાયત કરી છે.
આ અંગેની વિગત એવી છે કે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં હનુમાનપુરા ખાતે રહેતા કાપડના વેપારી આશિષ બકોલિયા ગયા શુક્રવારે દુકાન બંધ કરી પોતાના ઘેર કારમાં જતા હતા ત્યારે વાઘોડિયા ચોકડી પાસે બાઈક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કરતા ગોળી કારનો કાચ તોડી વેપારીના ખભામાં ઘૂસી ગઈ હતી.
આ બનાવની ફરિયાદ વર્ણમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આશરે 2000 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા બાદ સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં બંને હુમલા ખોરો રોકાયા હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસની એક ટીમ છત્તીસગઢ ગઈ હતી અને વેપારી પર ફાયરિંગ કરનાર ગુરુજીતસિંગ ભઠ્ઠી રહે દુર્ગ છત્તીસગઢ અને વિક્રમ પ્રતાપસિંહ (રહે-આનંદપુરમ, ભીલાઈ, છત્તીસગઢ) ને ઝડપી પાડ્યા હતા. બંનેને લઈને ગઈ રાત્રેજિલ્લા પોલીસની ટુકડી વડોદરા પહોંચી ગઈ હતી.
પોલીસને પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે કાપડના વેપારી આશિષ અને વિક્રમ બંનેફીજીમાં સાથે નોકરી કરતા હતા તે વખતે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જોકે આશિષ વિક્રમની પત્ની વિશે ગમે તેમ બોલતો હતો જે વિક્રમને ગમતું ન હતું અને આ જ કારણથી જ્યારે આશિષ ભારત આવ્યો તેના થોડા મહિના પછી વિક્રમ પણ ભારત આવી ગયો હતો અને તેણે આશિષને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. પોલીસ વાયરીંગ પ્રકરણમાં હજી વધુ તપાસ કરી રહી છે.