કારેલીબાગમાં મિત્ર સાથે વાત કરતી પત્ની સાથે પતિએ તકરાર કરી મારામારી કરતાં ટોળા જામ્યા, વીડિયો વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક મિત્ર સાથે વાત કરી રહેલી પત્ની સાથે પતિએ તકરાર કરી જાહેરમાં મારામારી કરતા ઉત્તેજના ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે આજવા રોડ પર રહેતી પરણીતા વર્ષ 2023 માં જીમ ટ્રેનર તરીકે કામ કરતી હતી ત્યારે જય નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. ગઈકાલે રાત્રે પરણીતા આર્યકન્યા રોડ પરથી પસાર થતી હતી ત્યારે તેનો મિત્ર મળી જતા તેઓ વાતચીત કરતા હતા.
આ વખતે પરણીતા નો પતિ પ્રવીણ અને તેનો ભાઈ તેમજ અન્ય લોકો આવી ગયા હતા અને ઝઘડો કરી જાહેરમાં મારામારી કરતા લોકોના ટોળા જામ્યા હતા તેમજ આ બનાવનો વીડિયો પણ વાઈરલ થયો હતો. જેથી કારેલીબાગ પોલીસે પરણીતાની ફરિયાદને આધારે તમામ લોકોની અટકાયત કરી કાર્યવાહી કરતાં તેમણે પોલીસ સ્ટેશનમાં કાન પકડીને માફી માગી હતી તેમજ કાયદો હાથમાં લેતા પહેલા પોલીસની મદદ લેવાની ખાતરી આપી હતી.


