Baroda

દુમાડ ચોકડી નજીક રોડ ક્રોસ કરતા પ્રૌઢનું કમકમાટીભર્યુ મોત

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક દુમાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના કોટાના 52 વર્ષીય સુંદરસિંહ બનજારા, જેઓ મુંબઈની કંપનીમાં ટેકનિશિયન હતા, તેઓ રોડ ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેટે આવ્યા હતા. ટ્રકના પૈડા માથા પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. સમા પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુમાડ ચોકડી નજીક રોડ  ક્રોસ કરતા પ્રૌઢનું કમકમાટીભર્યુ મોત

દુમાડ ચોકડી નજીક રોડ ક્રોસ કરતા ટેકનિશિયનને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. તેમના માથા પર ટ્રકના પૈડા ફરી વળતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું.
રાજસ્થાનના કોટામાં નૈયાપુરા ગામે રહેતા ૫૨ વર્ષના સુંદરસિંહ હંસરાજસિંહ બનજારા મુંબઇની એક ખાનગી કંપનીમાં ટેકનિશિયન તરીકે કામ કરતા હતા. આ કંપની બોઇલરનું કામ કરે છે. જંબુસરમાં બોઇલરની સર્વિસ માટે કંપનીમાંથી કોલ આવતા ગઇકાલે તેઓ રાજસ્થાનના ઉદેપુરથી વડોદરા વહેલી સવારે છ વાગ્યે દુમાડ ચોકડી ઉતર્યા હતા. રેલવે સ્ટેશન જવા વાહન પકડવા તેઓ દુમાડ ચોકડી નજીક રોડ ક્રોસ કરતા હતા. તે સમયે ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા. ટ્રકના પૈંડા તેમના માથા પર ફરી વળતા સ્થળ પર જ તેઓનંુ કમકમાટીભર્યુ મોત થયું હતું. એ.એસ.આઇ. જનકભાઇએ સ્થળ પર જઇ મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. સમા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.આર. માડમે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી ગયેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.