Baroda

એ.આઈ. ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફોર વ્હિલર અરજદારો મોટી સંખ્યામાં ફેલ

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
દરજીપુરા RTO કચેરીમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થતા ફોર વ્હીલર ટેસ્ટમાં મોટી સંખ્યામાં અરજદારો નાપાસ થઈ રહ્યા છે. 2 જૂનથી 31 ઓગસ્ટ સુધીમાં 14882 ઉમેદવારોના ટેસ્ટ લેવાયા, જેમાં 7691 પાસ અને 5091 નાપાસ થયા. રિવર્સ S, ટ્રાફિક સિગ્નલ, અંગ્રેજી 8, અને પાર્કિંગ બોક્સમાં ભૂલો મુખ્ય કારણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એ.આઈ. ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફોર વ્હિલર અરજદારો મોટી સંખ્યામાં ફેલ

દરજીપુરા આરટીઓ કચેરી ખાતે એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૃ થયા બાદ ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં મોટી સંખ્યામાં અરજદારો નાપાસ થઈ રહ્યા છે. ખાસ કરીને રિવર્સ એસ, ટ્રાફિક સિગ્નલ, અંગ્રેજી આઠ અને પાર્કિંગ બોક્સમાં અરજદારોનું નાપાસ થવાનું પ્રમાણ વધુ છે.

અગાઉ, ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન થતી કેટલીક ટેકનિકલ અને નાની ભૂલો સંપૂર્ણપણે ડિટેક્ટ થતી ન હતી.  નવી સિસ્ટમ નાની-નાની ભૂલોને ડિટેક્ટ કરી આપમેળે પરિણામ જનરેટ કરી રહી છે.

ગત્ ૨ જૂનથી આજે ૩૧ ઓગસ્ટ સુધીમાં એલએમવી (લાઈટ મોટર વ્હિકલ- કોર, વાન,જીપ જેવા વાહનો) અને ટુ વ્હિલર મળી કુલ ૧૪૮૮૨ ઉમેદવારોના ટેસ્ટ લેવામાં આવ્યા છે, જે પૈકી ૭૬૯૧ અરજદારો પાસ થયા છે, જ્યારે ૫૦૯૧ અરજદારો નાપાસ થયા છે.

ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન કેટલાક અરજદારો રેડ સિગ્નલ હોવા છતાં વાહન આગળ લઈ જતા હોવાની ભૂલો કરી રહ્યા છે. આ ઉપરાંત, ઢાળવાળા રસ્તા પર વાહન આગળ વધારતી વખતે કેટલાક અરજદારોનું વાહન આગળ જવાની જગ્યાએ પાછળ સરકી જાય છે. રિવર્સ એસ ટેસ્ટમાં પણ ઉમેદવારો વાહનને નિર્ધારિત માર્ગ પર વાળવાની જગ્યાએ સીધું જ આગળ લઈ જાય છે.

અંગ્રેજીના આઠ (૮) આકારના રૃટ પર વાહન ચલાવવાની ટેસ્ટમાં પણ દિશા અંગેની ભૂલો થઈ રહી છે. જ્યારે પેરેલલ પાર્કિંગમાં ઘણા અરજદારો વાહનને પાકગમાં યોગ્ય રીતે અંદર તો લઈ જાય છે, પરંતુ પાર્ક કરવાની જરૃરી કાળજી ન રાખતાં ટેસ્ટમાં ફેલ થઈ રહ્યા છે.

પુરુષ અને મહિલા અરજદારોની ટેસ્ટમાં સ્થિતિ

વાહનનો    પ્રકાર અરજદારો  કુલ        પાસ   નાપાસ

 (૧) લાઈટ મોટર વ્હિકલ પુરુષ અરજદારો- ૪૭૩૩      ૪૨૭   ૪૦૩૬

મહિલા અરજદારો -૫૫૧   ૧૩    ૫૩૮

(૨) ટુ વ્હિલર       પુરુષ અરજદારો -૭૨૨૯     ૫૮૪૩ ૧૩૮૬

મહિલા અરજદારો - ૨૩૬૬        ૧૪૧૩ ૯૫૩

ફોર વ્હિલર ટેસ્ટમાં નાપાસનો ચોંકાવનારો આંકડો

લાઈટ મોટર વ્હિકલના કુલ ૫,૨૯૪ ટેસ્ટ લેવામાં આવ્યા છે, જેમાં માત્ર ૪૩૯ અરજદારો પાસ થયા છે, જ્યારે ૪,૮૫૫ અરજદારો નાપાસ થયા છે. બીજી તરફ, ટુ-વ્હીલરના કુલ ૯,૫૮૮ ટેસ્ટમાં ૭,૨૫૨ અરજદારો પાસ થયા છે અને ૨,૩૩૬ અરજદારો નાપાસ થયા છે.