Baroda

વડોદરાના તરસાલીમાં ૨૬ મકાનોની સોસાયટીનું એક મકાન લઘુમતી કોમને વેચી દેવાયું

By GS Team
3 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના સુશેન-તરસાલી રોડ પર સુદર્શન પાર્ક સોસાયટીમાં એક મકાન અન્ય ધર્મના વ્યક્તિને વેચાતા વિવાદ સર્જાયો છે. સ્થાનિકોએ દસ્તાવેજ રદ કરી અશાંતધારા લાગુ કરવા માંગ સાથે ડે.કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 11 સપ્ટેમ્બર 2026ના રોજ થયેલા વેચાણમાં અશાંતધારાની પૂર્વ મંજૂરી ન લેવાઈ હોવાનો આક્ષેપ છે. સોસાયટી અશાંતધારા વિસ્તારથી 500 મીટર નજીક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના તરસાલીમાં  ૨૬ મકાનોની સોસાયટીનું એક મકાન લઘુમતી કોમને વેચી દેવાયું

વડોદરાના સુશેન-તરસાલી રોડ પર આવેલી સુદર્શન પાર્ક સોસાયટીનું એક મકાન અન્ય ધર્મના વ્યક્તિને થયેલા વેચાણ સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોએ વેચાણ દસ્તાવેજ રદ કરવા તેમજ વિસ્તારમાં અશાંતધારા કાયદો લાગુ કરવા માંગ કરી છે.
રૃપાલી હાઉસીંગ સોસાયટીમાં લઘુમતી કોમના શખ્સને મકાન વેચાણ કરવાના મુદ્દે ભારે હોબાળો થયો છે. આજે સોસાયટીના રહીશોએ ભેગા થઇને રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી ડે.કલેક્ટર અને પ્રાંત અધિકારીની કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું. અરજીમાં જણાવ્યા અનુસાર, તરસાલીની રૃપાલી સોસાયટી અને સુદર્શન પાર્કમાં કુલ ૨૬ મકાનો આવેલા છે. આ તમામ મકાનોમાં હાલમાં હિન્દુ કુટુંબના સભ્યો વસવાટ કરે છે.સુદર્શન પાર્કના એક મકાનના માલિક દ્વારા ગત તારીખ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દંતેશ્વર સબ-રજિસ્ટ્રાર કચેરી ખાતે રજિસ્ટર્ડ દસ્તાવેજ થી આ મકાન લઘુમતી કોમના પરિવારને વેચાણ આપવામાં આવ્યું છે.
રહીશોનો આક્ષેપ છે કે, આ સોસાયટી તરસાલીના નૂરપાર્ક તથા વિશાલનગર જેવા વિસ્તારોથી ૫૦૦ મીટર કરતાં પણ ઓછા અંતરે આવેલી છે, જ્યાં પહેલાથી જ અશાંતધારાનો અમલ ચાલુ છે. નિયમ મુજબ, અશાંતધારા વાળા વિસ્તારના ૫૦૦ મીટરના સરાઉન્ડિંગ એરિયામાં મિલકત ટ્રાન્સફર કરતાં પહેલાં અશાંતધારા હેઠળ પૂર્વ પરવાનગી મેળવવી ફરજિયાત હોય છે. પરંતુ આ કિસ્સામાં આવી કોઈ જ પૂર્વ પરવાનગી કે તંત્રના અભિપ્રાય મેળવવામાં આવ્યા નથી, જે સ્પષ્ટપણે અશાંતધારાનો ભંગ દર્શાવે છે.