વિધર્મીએ અપરિણીત યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હરણી વિસ્તારમાં એક જ સ્થળે નોકરી કરતી ૨૨ વર્ષની યુવતીને પોતે અપરિણીત હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરનાર વિધર્મી સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ં૨૨ વર્ષની યુવતી અને ૩૫ વર્ષનો મિરાન મોઇનુદ્દીન કાદરી ( રહે. તાંદલજા) એક સાથે હરણી વિસ્તારમાં નોકરી કરતા હતા. મિરાને પોતે અપરિણીત હોવાનું જણાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ યુવતીને જાણ થઇ કે, મિરાન પરિણીત છે. મિરાને પત્નીને છૂટાછેડા આપી દઇશ, તેવું કહીને યુવતીને વિશ્વાસમાં લઇ સંબંધો ચાલુ રાખ્યા હતા. આરોપીએ યુુવતીને એવું પણ કહ્યું હતુ ંકે, તારે બુરખો પહેરવો પડશે અને રોજા પણ રાખવા પડશે. થોડા સમય પછી મિરાને લગ્નની ના પાડી દીધી હતી. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









