20 વાહનચોરીના બનાવોમાં પકડાયેલા અઠંગ વાહનચોરે એક મહિનામાં બીજી પાંચ બાઇક ઉઠાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પોલીસે એક અઠંગ વાહન ચોરને ઝડપી પાડતાં તેની પાસે પાંચ મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે.
પોલીસના કહ્યા મુજબ,ત્રણ વર્ષ પહેલાં ૨૦ જેટલા વાહનોની ચોરીમાં પકડાયેલો અસ્ફાક ઉર્ફે અબ્બો ઇસ્માઇલભાઇ ચૌહાણ (ટુંડાવ,સાવલી) ફરીથી વાહનચોરી કરતો હોવાની વિગતો મળતાં તેના પર વોચ રાખી હરણી-મોટનાથ રોડ પરથી ઝડપી પાડયો હતો.
પોલીસે તેની પાસેથી કબજે કરેલી બાઇક ચોરીની હોવાની વિગતો ખૂલી હતી.પૂછપરછ દરમિયાન તેણે એક મહિનાના ગાળામાં ફતેગંજ,ફર્ટિલાઇઝર,હરણી,વાસદ અને મંજુસર જેવા સ્થળેથી પાંચ બાઇક ચોરી હોવાની વિગતો બહાર આવી હતી.આરોપી નોકરીયાત લોકોની પાર્ક કરેલી બાઇક ઉઠાવીને ગ્રામ્ય વિસ્તારોમાં પત્નીની સારવારના નામે સસ્તામાં વેચી દેતો હોવાનું પોલીસે કહ્યું છે.




