Baroda

મેડિકલમાં એડમિશન અપાવવાનું કહી બિલ્ડર પાસેથી દંપતી સહિતની ઠગ ટોળકીએ 55 લાખ પડાવી લીધા

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં મેડિકલ એડમિશન અપાવવાના બહાને બિલ્ડર પાસેથી 55 લાખ પડાવનાર દંપતી સહિત 4 ઠગો સામે ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સુભાનપુરાના બિલ્ડર દીક્ષિત સુરેન્દ્રભાઈના પુત્ર શિવાંગને ધો. 12 સાયન્સ પછી મેડિકલમાં એડમિશન જોઈતું હતું. 2019માં અજીતેષકુમાર સારંગી અને અન્ય 3 આરોપીઓએ 60 લાખના ખર્ચની વાત કરી 55 લાખ લીધા હતા. એડમિશન ન થતા ચેક આપ્યા જે રિટર્ન થયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેડિકલમાં એડમિશન અપાવવાનું કહી બિલ્ડર પાસેથી દંપતી સહિતની ઠગ ટોળકીએ 55 લાખ પડાવી લીધા

Vadodara Fraud Case : મેડિકલમાં એડમિશન અપાવવાનું કહી બિલ્ડર પાસેથી 55 લાખ પડાવી લેનાર દંપતી સહિતની ઠગ ટોળકી સામે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુભાનપુરાની અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા અને બિલ્ડર દિક્ષીત મુકેશકુમાર સુરેન્દ્રભાઇના પુત્ર શિવાંગને ધો.12 સાયસન્સ પછી મેડિકલમાં એડમિશન લેવાનું હતું. તેની માટે નિઝામપુરા આદિત્ય કોમ્પલેક્સની એક ઓફિસનો કોન્ટેક્ટ નંબર મળતા વર્ષ 2019 માં વાત કરી હતી. ફોન પર અજીતેષકુમાર સારંગી સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ અજીતેષકુમાર, યાજનીક ચંદ્રેશ દિવ્યકાંત તથા રણજીત મુખીયા અને સંજીવ ઝા મારી સુભાનપુરા અંજના પાર્કની ઓફિસે મળવા આવ્યા હતા. અગાઉ મેડિકલમાં કેટલાક લોકોને એડમિશન અપાવ્યા હોવાની વાત કરતા અમને વિશ્વાસ આવ્યો હતો. તેઓએ 60 લાખનો ખર્ચ થશે, તેવું જણાવ્યું હતું.
તેઓના કહેવાથી શરૂઆતમાં 10 લાખ આપ્યા હતા. ત્યારબાદ તેઓએ એડમિશનની કાર્યવાહી શરૂ કરી હતી. મે-જૂન 2019 માં નીટની પરીક્ષા આવતી હોઇ તેઓએ ફોર્મ અંગેની કાર્યવાહી કરી હતી અને 45 લાખ રોકડા તૈયાર રાખવા કહ્યું હતું. તમારા દીકરાને પરીક્ષામાં કોઇ તકલીફ નહીં થાય. મેં મારા સંબંધીઓ પાસેથી લઇને 45 લાખ ભેગા કર્યા હતા. રોકડા 45 લાખ મેં આ ચારેયને આપ્યા હતા. મારા દીકરાએ પરીક્ષા આપી હતી અને રિઝલ્ટ આવતા મેં તેઓ પાસે રિઝલ્ટની માગણી કરી હતી. ત્યારે તેઓએ એવો જવાબ આપ્યો કે, તમે ચિંતા ના કરશો, તમારા દીકરાનું એડમિશન થઇ જશે, પછી બધા ડોક્યુમેન્ટ્સ આપીશું. પરંતુ, તેઓએ એડમિશન કરાવી આપ્યું ન હતું અને એવો જવાબ આપ્યો હતો કે, વર્ષ 2020 માં એડમિશન કરાવી આપીશું. પરંતુ, તેઓએ એડમિશન નહીં અપાવતા મેં 55 લાખ પરત માગ્યા હતા. તેઓએ આપેલા ચેક રિટર્ન થયા હતા.