કરજણના આઇટી એક્ઝિક્યુટિવ સાથે ઠગાઇ એપ્લિકેશન દ્વારા લોન લેવા જતા ભેજાબાજે રૃા.૫.૪૬ લાખ સેરવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોબાઈલના ગૂગલ પ્લે સ્ટોર પર પર્સનલ લોન માટેની એપ્લિકેશન સર્ચ કરી લોન લીધા બાદ આઇટી એક્ઝિક્યુટિવને પોતાની જાળમાં ફસાવી ભેજાબાજે રૃા.૫.૪૮ લાખ ઓનલાઇન સેરવી લીધા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ કરજણના જૂનાબજાર વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતાં અને સરદાર એસ્ટેટ વડોદરાની ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે આઇ.ટી. ડિપાર્ટમેન્ટમા નોકરી કરતાં દીપક શાંતિલાલ પરમારે પોતાના મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર પર પર્સનલ લોન આપતી એપ્લિકેશન સર્ચ કરી લોન લીધી હતી. ત્યારબાદ રૃ.૫.૪૮ લાખ ઉપરાંતની રકમનો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે.
ગઈ તા.૧૩ ના રોજ દીપકે મોબાઇલના ગુગલ પ્લે સ્ટોર પર પર્સનલ લોન માટે રીવોલાઈન નામની એપ્લિકેશન સર્ચ કરી તેમાંથી પર્સનલ લોન લીધી હતી. આ એપ્લિકેશનમા બ્રાઉઝ પર ક્લિકના થોડા સમય બાદ દીપકના બંને બેન્ક એકાઉન્ટમાં ઓટોમેટિક રકમ ક્રેડિટ થવા લાગી હતી. આ રકમની ચૂકવણી કરી હતી પરંતુ પેમેન્ટ અપડેટ ન થતાં એપ્લિકેશનમા ચેટ દ્વારા મેસેજ કરતા હતા, પરંતુ એપ્લિકેશનમા મેસેજથી જણાવવામા આવતુ હતુ કે તમારુ પેમેન્ટ થયેલ નથી, જો કે દીપકના પેટીએમમાં પેમેન્ટ સક્સેસ બતાવતુ હતુ તેમ છતાં દીપક ફરી પેમેન્ટ કરતા હતા.
આમ દીપકે અલગ અલગ ટ્રાંજેક્શન કરી રૃ.૫.૪૮ લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ એપ્લિકેશનમાં મેસેજ આવતો હતો કે તમારે તમારી ઓટોમેટિક ક્રેડિટ થતી રકમ પરત મેળવવી હોય તો તમારે બીજુ પેમેન્ટ કરવુ પડશે. જેથી દીપકને લાગેલ કે આ અજાણ્યો ઈસમ વારંવાર મારી પાસે પૈસા માગે છે. અને મારી સાથે સાઇબર ફ્રોડ કરે છે. આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.




