Baroda

પરિણીતાને ફસાવી પાંચ લાખ પડાવી લેતો ભેજાબાજ

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
અટલાદરામાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ અને 5 લાખ પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ગૌરવ જોષીએ ઉજ્જૈનમાં પરિણીતા સાથે સંબંધ બાંધ્યો હતો. તેણે પતિને બિઝનેસ શરૂ કરાવવાના બહાને પૈસા અને દાગીના પડાવી લીધા હતા. આ અંગે અટલાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પરિણીતાને ફસાવી પાંચ લાખ પડાવી લેતો ભેજાબાજ

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરી પાંચ લાખ પડાવી લેનાર સામે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અટલાદરા વિસ્તારમાં રહેત ી પરિણીતાએ અટલાદરા પોલીસ સ્ટેેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, પ્રથમ પતિ સાથે ડિવોર્સ થયા પછી મેં બીજા લગ્ન કર્યા છે. મિત્રો સાથે હું ઉજ્જૈન ગઇ ત્યારે ગૌરવ જોશી (રહે. રાજકોટ) એ મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. મારા પતિને મોટો બિઝનેસ ચાલુ કરાવી આપવાનું કહી આરોપીએ પાંચ લાખ પડાવી લીધા હતા.તેેણે મારી પાસેથી દાગીના પણ પડાવી લઇ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી દઇ રૃપિયા પણ લઇ લીધા હતા.