Baroda

દારૃની હેરાફેરી માટે બાઇકની પેટ્રોલ ટેન્કમાં ચોરખાનું બનાવ્યું,110 ક્વાર્ટરિયા કબજે

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના છાણી સર્વિસ રોડ પરથી પોલીસે બાઈકચાલક અલ્પેશ રાઠવાને દારૂ સાથે ઝડપી પાડ્યો. બાઈકની પેટ્રોલ ટેન્ક અને સીટ નીચેના ચોરખાનામાંથી રૂ. 16,000થી વધુ કિંમતના 110 ક્વાર્ટરિયા મળ્યા. અલ્પેશ છોટાઉદેપુરનો રહેવાસી છે અને આ જથ્થો કોયલીના પિન્ટુને પહોંચાડવાનો હતો. પોલીસે પિન્ટુની શોધખોળ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૃની હેરાફેરી માટે બાઇકની પેટ્રોલ ટેન્કમાં ચોરખાનું બનાવ્યું,110 ક્વાર્ટરિયા કબજે

દારૃની હેરાફેરી માટે ખેપિયાઓ કેવી કેવી તરકીબ અજમાવતા હોય છે તેના અવનવા કિસ્સા સામે આવતા હોય છે.અગાઉ પાણીના જગ,એમ્બ્યુલન્સ,શરીરે પ્લાસ્ટિક સાથે બોટલ બાંધી,ટેન્કરો જેવા વાહનોમાં ચોરખાનામાંથી દારૃ મળી આવવાના કિસ્સાઓ બન્યા હતા.
છાણી પોલીસે ગઇકાલે જીએસએફસી થી સિધ્ધેશ્વર પ્લેટિનિયમ વચ્ચે સર્વિસ રોડ પરથી અલ્પેશ અરવિંદભાઇ રાઠવા(ડામર ફળિયું,ખોડવાણિયા ગામ,છોટાઉદેપુર) નામના બાઇક સવારને તપાસતાં બાઇકની પેટ્રોલ ટેન્ક અને સીટની નીચે બનાવેલા ચોરખાનામાંથી કુલ ૧૬ હજાર ઉપરાંતની કિંમતના શરાબના ૧૧૦ નંગ ક્વાર્ટરિયા મળી આવ્યા હતા.
પોલીસની પૂછપરછમાં આ જથ્થો કોયલીના પિન્ટુને પહોંચાડવાનો હોવાની વિગતો બહાર આવતાં તેની તપાસ હાથ ધરાઇ છે.