Baroda

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ડીઝલનું ટેન્કર ગુલાંટી ખાતું ખેતરમાં પડ્યું,મોટી દુર્ઘટના ટળી

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર આજે બપોરે ડીઝલ ભરેલું ટેન્કર પલટી ગયું. વડોદરાથી અમદાવાદ જઈ રહેલા ટેન્કરના ચાલકે સ્ટિઅરિંગ પર કાબૂ ગુમાવતા તે રેલિંગ તોડી ખેતરમાં પડ્યું. સદનસીબે અમદાવાદના ડ્રાઈવર કાલુરામનો આબાદ બચાવ થયો. મોટી જાનહાનિ ટળી, જોકે ડીઝલ લીકેજ થયું હતું. વડોદરાની ERC ટીમ મદદ માટે પહોંચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ડીઝલનું ટેન્કર ગુલાંટી ખાતું ખેતરમાં પડ્યું,મોટી દુર્ઘટના ટળી

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર આજે બપોરે ડીઝલ ભરેલું એક ટેન્કર ધડાકા ભેર પલટી જતાં મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે તેમજ વડોદરા પાસેથી પસાર થતા મુંબઇ-દિલ્હી ભારતમાલા એક્સપ્રેસ-વે પર અવારનવાર ગમખ્વાર અકસ્માતોના બનાવો બનતા હોય છે અને મોટી જાનહાનિ થતી હોય છે.
આજે બપોરે આવા જ એક બનાવમાં વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેન્કર ઝોલાં ખાઇને રસ્તાની ડાબી બાજુએ રેલિંગ તોડીને ઉથલી પડયું હતું.
ટેન્કર એટલી સ્પીડમાં હતું કે ત્રણથી ચાર ગુલાંટી ખાઇ ખેતરમાં જઇ પડયંુ હતું અને ડીઝલ લીકેજ થયું હતું.સારાનસીબે અમદાવાદનો ડ્રાઇવર કાલુરામ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો.જો ટેન્કરની અડફેટમાં કોઇ વાહન આવી ગયું હોત તો મોટી જાનહાનિ થઇ હોત.વડોદરાના ઇઆરસીની ટીમ મદદ માટે પહોંચી હતી.