Baroda

હોસ્ટેલમાં રહેવું ગમતું નહિ હોવાથી સુરતથી ભાગી ગયેલા ધોરણ-8ના વિદ્યાર્થીનું વડોદરા સ્ટેશને રેસ્ક્યૂ

By GS Team
14 Sep 20261 min read
TukuTouch Logo
સુરતની હોસ્ટેલમાંથી ભાગી છૂટેલા ધોરણ 8ના બિહારી વિદ્યાર્થીને વડોદરા રેલવે સ્ટેશને ટ્રેનમાંથી બચાવાયો છે. સાથી મુસાફરની શંકાના આધારે ચાઇલ્ડ હેલ્પલાઇનને જાણ થતાં, અભયમ ટીમે રેસ્ક્યૂ કર્યું. વિદ્યાર્થીને હોસ્ટેલમાં રહેવું ન હોવાથી તે ભાગી ગયો હતો. હાલ તેના પિતાને જાણ કરાઈ છે અને તેઓ વડોદરા આવવા રવાના થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોસ્ટેલમાં રહેવું ગમતું નહિ હોવાથી સુરતથી ભાગી ગયેલા ધોરણ-8ના વિદ્યાર્થીનું વડોદરા સ્ટેશને રેસ્ક્યૂ

સુરતની હોસ્ટેલમાંથી ભાગી છૂટેલા એક વિદ્યાર્થીને વડોદરા રેલવે સ્ટેશને આવેલી ટ્રેનમાંથી બચાવી લઇ તેના વાલીને સોંપવા તજવીજ કરાઇ છે.
મૂળ બિહારનો વતની એવા ધોરણ-૮ના વિદ્યાર્થીને તેના માતા-પિતાએ થોડા સમય પહેલાં સુરતની એક હોસ્ટેલમાં ભણવા માટે મૂક્યો હતો.પરંતુ આ વિદ્યાર્થીને અહીં રહેવું ન હતું.જેથી તક મળતાં જ તે હોસ્ટેલમાંથી ભાગી ગયો હતો.
બીજીતરફ ટ્રેનમાં બેઠેલા વિદ્યાર્થીની હરકતો જોઇ બાજુમાં બેઠેલા મુસાફરને શંકા ગઇ હતી અને તેણે ચાઇલ્ડ હેલ્પ લાઇનને જાણ કરી હતી.જેથી ટ્રેન વડોદરા આવતાં જ અભયમની ટીમ દ્વારા તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીના પિતાને જાણ કરાતાં તેઓ વડોદરા આવવા રવાના થઇ ગયા છે.