Baroda

ATMના ગ્રાહકોને ચેતવા જેવો કિસ્સોઃકાર્ડ ચાલતું નથી,રૃપિયાની સખ્ત જરૃર છે તેમ કહી ચાલાકીથી ઠગતો ગઠિયો પકડાયો

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી સાહિલ જાફરભાઈ શેખને ઝડપી પાડ્યો છે. આ શખ્સ ATMમાં આવતા ગ્રાહકોને "મારા પિતા બીમાર છે, કાર્ડ ચાલતું નથી" કહી, Paytmની નકલી એપ્લિકેશન દ્વારા 8,000 રૂપિયાની છેતરપિંડી કરતો હતો. વારસિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ATMના ગ્રાહકોને ચેતવા જેવો કિસ્સોઃકાર્ડ ચાલતું નથી,રૃપિયાની સખ્ત જરૃર છે તેમ કહી ચાલાકીથી ઠગતો ગઠિયો પકડાયો

એટીએમમાં રૃપિયા જમા કરાવવા જતા હોય તેવો ગ્રાહકોને મારા પિતા બીમાર છે,રોકડની સખ્ત જરૃર છે,કાર્ડ ચાલતું નથી..તેમ કહી ચાલાકીથી ઠગી લેતા એક ભેજાબાજને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
પેટીએમની ફેક એપ્લિકેશનનો ઉપયોગ કરી એક શખ્સ એટીએમમાં આવતા ગ્રાહકોને ફસાવતો હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાણીગેટ આયુર્વદેક ત્રણ રસ્તા પાસેના સ્ટેટ બેન્કના એટીએમ પાસેથી સાહિલ જાફરભાઇ શેખ(બદ્રી મહોલ્લાના નાકે,અમર પાન હાઉસ પાસે,મોટી વ્હોરવાડ,વાડી)ને ઝડપી પાડયો હતો.
સાહિલ પાસેથી રૃ.૫૦૦ના દરની ૧૬ નોટ (રૃ.૮હજાર)મળી આવતાં પોલીસે પૂછપરછ કરી હતી,જે દરમિયાન તેણે આ નોટો હરણી વિજય નગરના એસબીઆઇના એટીએમમાં આવેલા એક ગ્રાહકને રોકડની સખ્ત જરૃર છે અને કાર્ડ બગડી ગયું છે..તેમ કહીને મેળવી હોવાની વિગતો બહાર આવી હતી.રોકડ લીધા બાદ સાહિલે ગ્રાહકને તેના મોબાઇલમાં ડાઉનલોડ કરેલી ફેક એપ મારફતે પેમેન્ટ ટ્રાન્સફર કર્યાનો મેસેજ બતાવ્યો હતો.જેથી વારસિયા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.
પોલીસના કહેવા મુજબ,આરોપીએ તેના મોબાઇલમાં એક એપ ડાઉનલોડ કરી હતી અને સામે વાળી વ્યક્તિનો ફોન સ્કેન કરતાં રકમ ટ્રાન્સફર થતી હોવાનો મેસેજ આવતો હતો. આ મેસેજ બતાવીને તે રોકડ પડાવીને ફરાર થઇ જતો હતો.
આરોપીએ બીજા પણ બે જણા સાથે આવી રીતે છેતરપિંડી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.આરોપી સામે અગાઉ છેડતી તેમજ જુગારના એક-એક કેસ થયા હતા.