Baroda

શ્રીજીની આગમન સવારીમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગણેશજીની આગમન સવારી દરમિયાન કે.એમ. અને એસ.પી. હોલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ગાળાગાળીના મુદ્દે થયેલી આ અથડામણમાં ABVPના 3 કાર્યકરો ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. યુવા ભાજપના હોદ્દેદારોની હાજરીમાં બનેલી આ ઘટના બાદ સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રીજીની આગમન સવારીમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં કે એમ હોલ અને એસ પી હોલના વિદ્યાર્થીઓ વચ્ચે ગણેશજીની આગમન સવારી દરમિયાન છુટ્ટા હાથની મારામારી થતા ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.આ અથડામણમાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે અને તેઓ એબીવીપીના કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો પ્રમાણે કે એમ હોલમાં વિદ્યાર્થીઓ ગણપતિબાપાની સ્થાપના કરે છે.આ વર્ષે એસપી હોલમાં પણ શ્રીજીની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે.જેમાં એબીવીપીના કાર્યકરો પણ સંકળાયેલા છે.આજે હોમસાયન્સ ફેકલ્ટી પાસેથી મુખ્ય રોડથી હોસ્ટેલ સુધી બંને હોલના શ્રીજીની આગમન સવારી એક જ સમયે નીકળી હતી અને તેમાં ગાળ બોલવાના મુદ્દે વિદ્યાર્થીઓ બાખડયા હતા.એવું કહેવાય છે કે, એબીવીપીના એક આગેવાને અન્ય વિદ્યાર્થીને ગાળ આપી હતી.
બંને જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી અને આ સમયે યુવા ભાજપના કેટલાક હોદ્દેદારો પણ ત્યાં હાજર હતા.આ મારામારીમાં એબીવીપીના ત્રણ કાર્યકરોને ઈજા થઈ હતી.તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.દરમિયાન સયાજીગંજ પોલીસે મામલો થાળે પાડીને વધુ તપાસ શરુ કરી હતી.