ફતેગંજ વિસ્તારના મોલના સિનેમામાં નોકરી કરતા ૨૨ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોલમાં સિનેમામાં ટિકીટ બુકીંગનું કામ કરતો ૨૨ વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,હરણી આવાસ યોજનાના મકાનમાં રહેતો ૨૨ વર્ષના ચિરાગ ધીરજભાઇ સોલંકીને ફતેગંજ ઇન્ફિનિટી સિનેમા સેવન સીઝ મોલમાં ચાલુ નોકરીએ છાતીમાં દુખાવો થતા અચાનક ઢળી પડયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ. વાય. સંધિએ જણાવ્યંુ છે કે, હાલમાં તો પ્રાથમિક રિપોર્ટ અનુસાર યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જણાયું છે. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. ચિરાગ પરિવારનો એકનો એક પુત્ર હતો. પરિવારે યોગ્ય વળતરની માગણી સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસે મધ્યસ્થી કરતા તેમજ કંપની દ્વારા યોગ્ય વળતરની ખાત્રી આપવામાં આવતા પરિવારનો રોષ શાંત પડયો હતો.




