Baroda

આરટીઓમાં ફોર વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટમાં ૯૦ ટકા ઉમેદવારો ફેલ

By GS Team
23 Oct 20261 min read
TukuTouch Logo
દરજીપુરા RTO ખાતે AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ ફોર વ્હીલર ટેસ્ટ પાસ કરવો અરજદારો માટે કપરું બન્યું છે. રોજના 100માંથી માત્ર 10 જ પાસ થતાં હોવાથી એપોઈન્ટમેન્ટ માટે વેઈટિંગ ચાલે છે. પાર્કિંગ અને રિવર્સ S જેવી બાબતોમાં ભૂલોને કારણે ઉમેદવારો નાપાસ થાય છે. હવે પાર્કિંગ વિસ્તાર પાસે 8 લોખંડના થાંભલા લગાવવામાં આવશે, જેથી અરજદારોને મદદ મળે.

Summarized by AI; it may make mistakes. Check important info

આરટીઓમાં ફોર વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટમાં ૯૦ ટકા ઉમેદવારો ફેલ

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૃ થયા બાદ ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવો એ અરજદારો માટે મુશ્કેલ બની રહ્યો છે. રોજ ૧૦૦માંથી માત્ર ૧૦ અરજદારો જ ટેસ્ટમાં પાસ થતા હોવાના કારણે ટેસ્ટની એપોઈન્ટમેન્ટ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.

અંગ્રેજી આઠ આકારમાં વાહન ચલાવવું, રિવર્સ એસ, ઢાળ પર વાહન ચલાવવું, પાર્કિંગ અને ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન જેવી બાબતોમાં થતી ભૂલોના કારણે  ઉમેદવારો ટેસ્ટમાં ફેલ થઈ રહ્યા છે. ખાસ કરીને કાર પાર્કિંગ વખતે વાહન યોગ્ય રીતે પાર્કિંગ બોક્સમાં પાર્ક નહીં થવાથી ફેલ થનાર ઉમેદવારોનું પ્રમાણ વધારે છે.

 આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પાર્કિંગ વિસ્તાર પાસે આઠ લોખંડના થાંભલા લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી ઉમેદવારો બોક્સમાં યોગ્ય રીતે પોતાનું વાહન પાર્ક કરી શકે. આરટીઓ ખાતે રોજ ફોર વ્હીલરના ૧૨૦ અને ટુ વ્હીલરના ૧૯૦ ટેસ્ટ લેવાની વ્યવસ્થા છે. નવા અરજદારોની સાથે ફરી ટેસ્ટ આપવા માગતા અરજદારોનો પણ ધસારો રહેતો હોવાથી ઉપલબ્ધ સ્લોટ ઝડપથી ભરાઈ જાય છે.