ચોખંડીમાં ગણપતિના ફાળાના મુદ્દે મારામારીમાં ૮ પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચોખંડીમાં ગણપતિના ફાળાના મુદ્દે તકરાર થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે કુલ ૮ ની ધરપકડ કરી છે.
મૂળ રાજસ્થાનના અને હાલમાં ચોખંડી કંસારા પોળમાં રાજસ્થાન કુલ્ફી દુકાનની ઉપર રહેતા બીજેન્દ્રસિંહ વાઘેલાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગણપતિના તહેવારને લઇને ૨૧ હજારનો ફાળો મેં નહીં આપતા તકરાર થઇ હતી. જેના પગલે આરોપીઓએ હુમલો કર્યો હતો. જે ગુનામાં વાડી પી.આઇ. ડી.ડી. ચાવડાએ (૧)જતીન શંકરભાઇ પટણી (૨) મિનેષ ઉર્ફે મોન્ટુ હરેશભાઇ પટણી (૩) શૈલેષ દિનેશભાઇ પટણી (૪) પંકજ નવનીતભાઇ પટણી (૫) અનિલ ફિરોજભાઇ પટણી તથા (૬) હિતેશ પ્રકાશભાઇ પટણીની ધરપકડ કરી છે.જ્યારે સામા પક્ષે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે બીજેન્દ્રસિંહ ગોપાલસિંહ વાઘેલા તથા તેમના પત્ની રેખાબેન વાઘેલાને પકડયા છે.




