Baroda

૭૨ સોસાયટીના રહીશોની મહા રેલી ટીપી-૧૩ વિસ્તારમાં વસતિ વિષયક ફેરફાર, અશાંત વિસ્તાર જાહેર કરો

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના છાણી ટીપી-13 વિસ્તારમાં વસતી વિષયક ફેરફારોથી ચિંતિત 72 સોસાયટીના રહીશોએ મોરચો માંડ્યો. અકોટા ડી માર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી, વિસ્તારને અશાંતધારામાં સમાવવાની માંગ કરી. છેલ્લા 5 વર્ષમાં વિધર્મીઓનો કબજો વધ્યો છે, સામાજિક શાંતિ જોખમાઈ છે. કાયદો-વ્યવસ્થા, સાંસ્કૃતિક ભાવનાઓ જાળવવા આ પગલું અનિવાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૭૨ સોસાયટીના રહીશોની મહા રેલી ટીપી-૧૩ વિસ્તારમાં વસતિ વિષયક ફેરફાર, અશાંત વિસ્તાર જાહેર કરો

શહેરના છાણી ટીપી-૧૩ વિસ્તારમાં મોટાપાયે વસતી વિષયક ફેરફારો જોવા મળતા આ વિસ્તારની ૭૨ જેટલી સોસાયટીના રહીશોએ આજે મોરચો માંડયો હતો. અકોટા ડી માર્ટથી મહિલાઓ સાથે નીકળેલી રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને આ વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવાની માંગણી કરી છે.
સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે અમારો ટીપી-૧૩ વિસ્તાર છેલ્લા ૨૫ વર્ષથી શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં વિકાસ પામી રહ્યો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં મિલકતોની ખરીદ-વેચાણ તેમજ ભાડાપટ્ટાની પ્રવૃત્તિઓમાં મોટાપાયે ફેરફારો જોવા મળી રહ્યા છે. ખૂબ જ ઝડપી ભૌગોલિક અને સામાજિક પરિવર્તનોના કારણે સ્થાનિક રહીશોમાં ભવિષ્યની સામાજીક શાંતિ, સુરક્ષા અને સુમેળને લઇને ચિંતાઓ ઊભી થઇ છે. આ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, સામાજિક શાંતિ અને રહીશોની ધાર્મિક-સાંસ્કૃતિક ભાવનાઓ જોખમાઇ રહી હોય તેવા ગંભીર બનાવો તાજેતરમાં બન્યા છે.
ટીપી-૧૩ વિસ્તારમાં આવેલ હોમાઇ વ્યારાવાલ ઉદ્યાનમાં અસભ્ય વર્તનના બનાવો બની રહ્યા છે. ડીંગડોંગ ચોકડી પાસે ગણેશ મહોત્સવ દરમિયાન કોમી તણાવની ઘટના, ત્રણ વિધર્મીઓ દ્વારા સામૂહિક દુષ્કર્મની ઘટના, ગણેશ ચોકડી નજીક આંગણવાડીની ખુલ્લી જગ્યામાં સમૂહ લગ્નમાં માંસાહારી ભોજનનું વિતરણ, ગ્રીન બેલ્ટની જમીનમાં આખો દિવસ રિક્ષાઓ બિનવારસી પડી રહે છે અને અસામાજિક તત્વો ભેગા થાય છે જેવી અનેક ઘટનાઓ બની છે.
ટીપી-૧૩ વિસ્તારમાં ડેમોગ્રાફિક બદલાવ આવ્યો છે. અનેક સોસાયટીઓ તેમજ કોમ્પ્લેક્સમાં વિધર્મીઓને દુકાનો ભાડે અથવા વેચાણ આપી દેવાઇ છે. છેલ્લા પાંચ વર્ષમાં પણ મોટી સંખ્યામાં રહેણાંક મકાનો પર વિધર્મીઓનો કબજો થઇ ગયો છે. જેથી સમગ્ર વિસ્તારને અશાંતધારા વિસ્તાર જાહેર કરવો જોઇએ.