Baroda

રસ્તા પર કચરો ફેંકી ગંદકી ફેલાવતી ૭ દુકાનોને સીલ કરાઈ

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં જાહેર માર્ગ પર કચરો નાખી ગંદકી ફેલાવવા બદલ કોર્પોરેશનની સેનેટરી શાખાએ કડક કાર્યવાહી કરી છે. વોર્ડ નંબર-10માં ગોલ્ડ ક્રાફ્ટ કોમ્પ્લેક્સના 7 એકમો સીલ કરાયા અને રૂ.35 હજારનો દંડ વસૂલાયો. પૂર્વ ઝોનમાં એક દુકાન સીલ કરી રૂ.22,700, પશ્ચિમ ઝોનમાં રૂ.15 હજાર અને ઉત્તર ઝોનમાં રૂ.10 હજારનો દંડ વસૂલવામાં આવ્યો. કુલ 16 એકમોને નોટિસ અપાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

રસ્તા પર કચરો ફેંકી ગંદકી ફેલાવતી ૭ દુકાનોને સીલ કરાઈ

જાહેર માર્ગ પર કચરો નાખી ગંદકી ફેલાવવાના મામલે મ્યુનિ.કોર્પોરેશનની સેનેટરી અને મહેસૂલ શાખા દ્વારા કાર્યવાહી કરાઈ છે.

વોર્ડ નંબર-૧૦માં નવરચના યુનિવર્સિટી સામે ભાયલી રોડ પર આવેલા ગોલ્ડ ક્રાફ્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનદારો ગંદકી કરતા હોવાનું જણાતા ૭ એકમોને સીલ કરાયા છે, જેમાં અમૃતમ ચાઈ શોપ, ટૃ હાર્ટ ફાસ્ટ ફૂડ શોપ, ન્યૂ શ્રીજી બેકર્સ, શ્રીજી સ્નેક્સ એન્ડ બેવરેજિસ, માં ખોડિયાર એન્ટરપ્રાઇઝ, ફૂડીઝ ચોઈસ અને સાઈ ખુશી ચાટ ભંડારનો સમાવેશ થાય છે. સાથે સંચાલકો પાસેથી રૃા.૩૫ હજારનો દંડ વસૂલાયો છે.

પૂર્વ ઝોન વોર્ડ નંબર ૧૫માં ગંદકી મુદ્દે દુકાનદારો પાસેથી રૃા.૨૨,૭૦૦નો દંડ વસૂલી એક દુકાન સીલ કરાઈ છે. પશ્વિમઝોન વોર્ડ નંબર ૮માં બાંધકામ સ્થળોના વાહનોને રોડ પર માટી ફેલાવી ગંદકી મુદ્દે રૃા.૧૫ હજારનો દંડ ફટકાર્યો છે. ઉત્તર ઝોન વોર્ડ નંબર ૩માં ગંદકી મુદ્દે ૮ એકમોને નોટિસ આપી રૃા.૧૦ હજારનો દંડ વસૂલાયો છે. કોઠી ચાર રસ્તાથી જ્યુબિલી બાગ સુધી ગંદકી તથા ડસ્ટબિન નહીં રાખવા બાબતે ૧૬ એકમોને નોટિસ આપી છે.