વડોદરા શહેર ડીઈઓ કચેરી હેઠળ 664 અને ગ્રામ્ય ડીઈઓ કચેરી હેઠળ 305 સ્કૂલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગત નવેમ્બર મહિનામાં વડોદરા સહિત રાજ્યના ૬ જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારની અલાયદી ડીઈઓ કચેરી બનાવવાનો નિર્ણય લીધો હતો.હવે સરકારે એક પરિપત્ર પાઠવીને આ કચેરીઓના વિભાજનની, કાર્યક્ષેત્રની અને તેમાં કર્મચારીઓની નિમણૂંકની જાહેરાત કરી છે.
જે અનુસાર વડોદરા શહેર ડીઈઓ કચેરીના કાર્યક્ષેત્રમાં હવે ૬૬૪ અને વડોદરા ગ્રામ્ય ડીઈઓ કચેરીના કાર્યક્ષેત્રમાં ૩૦૫ સ્કૂલો રહેશે.વડોદરા શહેરની વર્તમાન ડીઈઓ કચેરીના ત્રીજા ફ્લોર પર વડોદરા ગ્રામ્ય ડીઈઓ કચેરીને જગ્યા પણ ફાળવવામાં આવી છે.સાથે સાથે વડોદરા શહેર ડીઈઓ કચેરીને ૩૨ અને ગ્રામ્ય ડીઈઓ કચેરીને ૧૭ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.
જોકે શહેર અને ગ્રામ્ય એમ બંને ડીઈઓ કચેરીઓમાં ડીઈઓની જગ્યા હજી પણ ખાલી જ છે.વડોદરા શહેર ડીઈઓ કચેરીના ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેને હાલના તબક્કે ગ્રામ્ય ડીઈઓ કચેરીનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે.ઉપરાંત ગ્રામ્ય ડીઈઓ કચેરીમાં એફઆરસી માટેના શિક્ષણ નિરિક્ષક, હિસાબી અધિકારી તથા વહીવટી અધિકારીની કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી.
ગ્રામ્યમાં બે અને શહેરમાં ચાર શિક્ષણ નિરિક્ષક રહેશે.જ્યારે શહેર કચેરીને ૧૩ અને ગ્રામ્ય કચેરીના પાંચ મદદનીશ શિક્ષણ નિરિક્ષક ફાળવવામાં આવ્યા છે.









