યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટીની ડિઝાઈન ઈન્સ્ટિટયુટમાં 50 ટકા બેઠકો હજી ખાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટી સાથે સંલગ્ન એમઆરઆઈડી( મહારાજા રણજીતસિંહ ગાયકવાડ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન)ની ૫૦ ટકા બેઠકો આ વર્ષે હજી પણ ખાલી રહી છે.મળતી જાણકારી પ્રમાણે ફેકલ્ટી સત્તાધીશોએ જીકાસની જગ્યાએ ઈન્સ્ટિટયુટની પ્રવેશ કામગીરી યુનિવર્સિટી અને ફેકલ્ટીને હસ્તક રહે તેવી માગ પણ યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ કરી છે.
મળતી વિગતો પ્રમાણે ડિઝાઈન ઈન્સ્ટિટયુટમાં વિઝ્યુઅલ કોમ્યુનિકેશન, ક્રાફ્ટ એન્ડ ડિઝાઈન તથા મૂવિંગ ઈમેજિસ એમ ત્રણ ડિગ્રી કોર્સ ચાલે છે.જેની કુલ ૭૦ બેઠકો છે.આ વર્ષે ૩૫ બેઠકો ભરાઈ છે અને તેની સામે ૩૫ બેઠકો ખાલી રહી છે.ફેકલ્ટી સૂત્રોનું કહેવું છે કે, જીકાસ પર થતી એડમિશન પ્રક્રિયાના કારણે બેઠકો ખાલી પડી રહી છે.
એમઆરઆઈડીની સ્થાપના ૨૦૧૩માં થઈ હતી.જોકે ૧૩ વર્ષ પછી પણ ડિઝાઈન ઈન્સ્ટિટયુટ સંખ્યાબંધ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે.આ વર્ષે પણ ૧૫ જેટલા વિઝિટિંગ ફેકલ્ટીઓ જ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.ઓછા પગારના કારણે હંગામી અધ્યાપકો એક-બે વર્ષ નોકરી કર્યા બાદ ખાનગી કોલેજોમાં વધારે પગારની ઓફર મળે તો જતા રહે છે.આ વર્ષે ફેકલ્ટી સત્તાધીશોએ હંગામી અધ્યાપકો લેવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂ માટે મંજૂરી આપવા યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ માગ કરી છે.









