Baroda

ચોથા વર્ગના ૪૬૧ કર્મીઓને જૂન મહિનાનો પગાર મળ્યો નથી

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં મ્યુનિ. શિક્ષણ સમિતિની 126 શાળાઓના 461 કર્મચારીઓને જૂન માસનો પગાર હજુ મળ્યો નથી. પટાવાળા, સફાઈ કામદાર જેવા ચોથા વર્ગના કર્મચારીઓનું 7થી 9 હજારનું વેતન મોંઘવારીમાં વિલંબિત થતાં મુશ્કેલી પડી રહી છે. ગ્રાન્ટની લાંબી પ્રક્રિયાને કારણે દર મહિને પગાર મોડો થાય છે. કર્મચારીઓએ એડવાન્સ ગ્રાન્ટની વ્યવસ્થા કરવા સૂચન કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોથા વર્ગના ૪૬૧ કર્મીઓને જૂન મહિનાનો પગાર મળ્યો નથી

મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨૬ શાળાઓમાં ફરજ બજાવતા ચોથા વર્ગના ૪૬૧ કર્મચારીઓને જુલાઈ મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં હજુ સુધી જૂન મહિનાનો પગાર ચૂકવાયો નથી.

પગી, સફાઈ કામદાર અને પટાવાળાનો સમાવેશ કરતા આ કર્મચારીઓનું માસિક વેતન માત્ર રૃા.૭થી ૯ હજાર વચ્ચે હોવાથી મોંઘવારીના સમયમાં તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કર્મચારીઓના જણાવ્યા મુજબ દર મહિને ૧થી ૧૦ તારીખ દરમિયાન હાજરીના અહેવાલ એકત્ર કરી ગ્રાન્ટ માટે મ્યુનિ. કોર્પોરેશનમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ ગ્રાન્ટ મળ્યા પછી સંબંધિત શાળાના આચાર્યના ખાતામાં રકમ જમા થાય છે અને પછી કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે. આ લાંબી પ્રક્રિયાને કારણે દર મહિને પગારમાં વિલંબ થતો હોવાનું એમણે જણાવ્યું છે. સમસ્યાના કાયમી ઉકેલ માટે કર્મચારીઓએ શિક્ષણ સમિતિને એડવાન્સ ગ્રાન્ટની વ્યવસ્થા કરવા સૂચન કર્યું છે, જેથી દર મહિને સમયસર પગાર મળી રહે.