Baroda

૪૬ વર્ષના વેપારીએ માતાના ઘરે જઇ ગળા ફાંસો ખાધો

By GS Team
4 Aug 20261 min read
TukuTouch Logo
કારેલીબાગના વિજય પરમાર (ઉં.વ. 46) આજે કિશનવાડી ખાતે માતાને મળવા ગયા હતા. માતા ઘરે ન હોવાથી તેઓ ઘરમાં બેઠા હતા. માતા પરત ફરતાં પુત્ર વિજય ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. વારસિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતનું કારણ જાણવા પ્રયાસો ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૪૬ વર્ષના વેપારીએ માતાના ઘરે જઇ ગળા ફાંસો ખાધો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કારેલીબાગ સ્કાય હાર્મનીમાં રહેતા વિજય કરસનભાઇ પરમાર (ઉં.વ.૪૬) ફૂટવેરની દુકાન ચલાવે છે. કિશનવાડી વુડાના મકાનમાં રહેતી માતાને મળવા માટે આજે તેઓે ગયા હતા. તેની માતા બહાર હોઇ તેઓ ઘરમાં બેઠો હતો. માતા ઘરે પરત આવી ત્યારે જોયું તો પુત્ર વિજય ગળા ફાંસો ખાધેલી હાલતમાં હતો. જે અંગે વારસિયા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.