Baroda
ન્યુ વીઆઇપી રોડ ટેક્સી પાસિંગની કારમાંથી દારૃની 347 બોટલ મળી
By GS Team
29 Sep 20261 min read
વડોદરા: ન્યૂ VIP રોડ પરથી LCB ઝોન-4ની ટીમે દારૂ ભરેલી ટેક્સી પાસિંગની કાર ઝડપી પાડી હતી. વ્હાઇટ વુડા વિસ્તારમાંથી ભાડે ફરતી કારમાંથી ₹83,000ની કિંમતની 347 બોટલ દારૂ અને બિયર મળી આવ્યાં હતાં. પોલીસે કારચાલક અજય દેસાઈની ધરપકડ કરી, જ્યારે દારૂ મોકલનાર મેહુલને વોન્ટેડ જાહેર કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં દારુની હેરાફેરી અટકવાનુંં નામ લેતી નથી અને રોજે રોજ પોલીસ દારુના કેસ કરી રહી છે.જેનો અર્થ નહિ પકડાતો હોય તેવો દારુ પણ મોટો હશે.પોલીસે ટેક્સી પાસિંગની કારમાંથી દારુનો જથ્થો કબજે કરી વધુ એક કેસ કર્યો છે.
ન્યુ વીઆઇપી રોડ વિસ્તારના વ્હાઇટ વુડા વિસ્તારમાં ભાડેથી ફરતી કારમાં દારૃનો મોટો જથ્થો લાવવામાં આવ્યો હોવાની વિગતોને પગલે એલસીબી ઝોન-૪ની ટીમે કાર શોધી કાઢતાં અંદરથી દારૃ અને બિયરની રૃ.૮૩ હજારની કિંમતની ૩૪૭ બોટલ મળી આવી હતી.પોલીસે કારચાલક અજય અમરા ભાઇ દેસાઇ(સફેદ વુડાના મકાનમાં)ની ધરપકડ કરી દારૃ મોકલનાર મેહુલ નામના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.