Baroda

લૂંટેરી દુલ્હન ગેંગની ચુંગાલમાં ફસાયેલા 3 યુવાનોના રૂપિયા અને સપના બંને લૂંટાયા : 10 લાખ પડાવી છેતરપિંડી

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં લગ્નના બહાને લાખોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. રાજકોટના વેપારી હાર્દિક ધેડિયાને મેઘના પ્રજાપતિ નામની યુવતી સાથે લગ્ન કરાવી, 3.80 લાખ પડાવી લેવાયા હતા. મેઘના મુસ્લિમ હોવા છતાં બોગસ આધારકાર્ડથી હિન્દુ બની હતી. આ ટોળકીએ અન્ય બે યુવાનો પાસેથી પણ 6.50 લાખ પડાવ્યા હતા. બાપોદ પોલીસે મેઘના સહિત 6 સામે ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લૂંટેરી દુલ્હન ગેંગની ચુંગાલમાં ફસાયેલા 3 યુવાનોના રૂપિયા અને સપના બંને લૂંટાયા : 10 લાખ પડાવી છેતરપિંડી

Vadodara Crime : રાજકોટમાં ફર્નિચરનો વેપાર કરતા વેપારી હાર્દિક મહેશભાઈ ધેડિયાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન થયા ન હોવાથી સગા-સંબંધીઓમાં વાત ચાલતી હતી. તે દરમિયાન મારા કૌટુંબિક ભાઈ મિલન જાદવે રાજકોટના અશોક રાઠોડ અને મહેશ રાવલ સાથે મારી મુલાકાત કરાવી હતી. આ લોકોએ મને વડોદરાની મેઘના પ્રજાપતિ નામની છોકરીનો ફોટો બતાવી પસંદ કરાવી હતી.
ગત 7 મે 2026ના રોજ તેઓ મને વડોદરાના આજવા રોડ ખાતે કમલાનગર તળાવ પાસે ચાચા નેહરૂ નગરમાં લઈ ગયા. ત્યાં મેઘના, તેની માતા રાધાબેન અને માસી જયાબેન સાથે મુલાકાત કરાવી. વાતચીતમાં રાજીખુશીથી લગ્ન નક્કી થતાં જયાબેન અને અશોક રાઠોડ અમોને ઉમા ચાર રસ્તા ખાતે 'મા કોમ્પ્લેક્સ'માં વકીલ અને નોટરી નિલેશ સોલંકીની ઓફિસે લઈ ગયા હતા. ત્યાં રૂ.300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરાવી મારા લગ્ન મેઘના સાથે કરાવ્યા અને જયાબેને મારી પાસેથી રૂ.3,80,000 રોકડા પડાવી લીધા.
લગ્ન બાદ મેઘના ચાર દિવસ મારા ઘરે રાજકોટ રોકાઈ. પછી માસી મરણ ગયાનું બહાનું કાઢી વડોદરા આવી. પંદર દિવસ પછી તે પાછી આવી અને ત્રણ દિવસ રહી માસીના બેસણાનું કહીને વડોદરા ગઈ. ત્યારપછી તે ક્યારેય પરત ફરી નથી અને ફોન પણ સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો.
તપાસ કરતાં જાણવા મળ્યું કે આ જ ટોળકીએ મારી સોસાયટીમાં રહેતા પીયુષ ચૌહાણ પાસેથી રૂ.3.60 લાખ લઈ સીમાબેન નામના પાત્ર સાથે તથા મિત્ર સંજય ભોળા પાસેથી રૂ.2.90 લાખ લઈ લગ્ન કરાવી છેતરપિંડી કરી હતી. બાદમાં ખબર પડી કે મેઘના પ્રજાપતિ મુસ્લિમ છે અને તેણે બોગસ આધારકાર્ડ બનાવી હિન્દુ નામ ધારણ કર્યું હતું. આ રીતે અમારી સાથે કુલ રૂ.10,30,000નો વિશ્વાસઘાત થયો છે. બાપોદ પોલીસ મેઘનાબેન પ્રજાપતિ (બોગસ આધારકાર્ડ ધરાવતી મુસ્લિમ મહિલા). અન્ય સાગરીતો. મિલન જાદવ, અશોક રાઠોડ, મહેશ રાવલ, જયાબેન તથા વકીલ નિલેશ આર.સોલંકી. સામે ગુનો દાખલ કર્યો છે.