Baroda

વડોદરામાં 26 વૃક્ષો ધરાશાયી,બે કાર દબાઇ,રસ્તા બ્લોક થયાઃમકાન અને સ્કૂલની દીવાલ પણ તૂટ્યા

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
શહેરમાં વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવાના અને જર્જરિત મકાનો પડવાના બનાવો બન્યા છે. એલેમ્બિક રોડ પર મોલ પાછળ લીમડાનું મોટું વૃક્ષ પડતા રસ્તો બ્લોક થયો હતો, ફાયર બ્રિગેડે તેને હટાવ્યો. ન્યુ સમા રોડ અને ડભોઇ રોડ પર ઝાડ પડતા 2 કાર દબાઈ હતી. વાડી ભાટવાડામાં એક જર્જરિત મકાન પડ્યું, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તુલસીવાડીમાં સ્કૂલની દીવાલ પણ તૂટી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં 26 વૃક્ષો ધરાશાયી,બે કાર દબાઇ,રસ્તા બ્લોક થયાઃમકાન અને સ્કૂલની દીવાલ પણ તૂટ્યા

શહેરમાં વરસાદને કારણે ઝાડ અને જર્જરિત મકાનો ધરાશાયી થવાના બનાવો સતત ચાલુ રહ્યા છે.
એલેમ્બિક રોડ પર આવેલા મોલની પાછળ લીમડાનું મોટું વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બ્લોક થઇ ગયો હતો.ફાયર બ્રિગેડે ઝાડ કાપીને દૂર કર્યા બાદ વાહનવ્યવહાર શરૃ થયો હતો.જ્યારે ન્યુ સમા રોડ અને ડભોઇ રોડ મહાનગર ખાતે ઝાડ તૂટવાથી બે કાર દબાઇ હતી.આ ઉપરાંત અરૃણોદય સર્કલ,અલકાપુરી,આજવારોડ,ભાયલી,રૃબી સર્કલ જેવા સ્થળોએ પણ ઝાડ તૂટતાં ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી.
વાડી ભાટવાડા વિસ્તારમાં એક માળનું જર્જરિત મકાન ધડાકાભેર બેસી જતાં ફાયર બ્રિગેડ પહોંચી હતી.જો કે મકાનમાં કોઇ રહેતું નહિ હોવાથી જાનહાનિ થઇ નથી.તુલસીવાડી વિસ્તારમાં કોર્પોરેશનની પ્રાથમિક સ્કૂલની દીવાલ પણ તૂટી પડી હોવાનું જાણવા મળ્યું છે.જો કે ફાયર બ્રિગેડની મદદ લેવાઇ નથી.