૨૫ વર્ષના યુવકને સ્વાઇન ફ્લૂ થતા સયાજીમાં દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લાના એક ગામમાં રહેતા ૨૫ વર્ષના યુવકને સ્વાઇન ફ્લૂ થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સ્વાઇન ફ્લૂના કેસમાં રોજ વધારો થઇ રહ્યો છે. વડોદરા જિલ્લાના એક ગામમાં રહેતા ૨૫ વર્ષના યુવકને શરદી ખાંસી થતા તેણે શરૃઆતમાં સ્થાનિક સ્તરે સારવાર કરાવી હતી.પરંતુ, કોઇ ફરક નહીં પડતા સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટરથી સજ્જ ૨૫ બેડનો આઇસોલેશન વોર્ડ સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે તૈયાર છે. ં




