Baroda

૧૫ વર્ષની સગીરા એક સપ્તાહ પછી પણ મળી આવી નથી

By GS Team
12 Sep 20261 min read
TukuTouch Logo
સોમા તળાવ વિસ્તારમાંથી કરિયાણાની દુકાનદારની 15 વર્ષીય સગીરા એક સપ્તાહથી ગુમ છે. માતાના ઠપકા બાદ ઘરેથી નીકળેલી સગીરાને 23 વર્ષનો અતુલ સોલંકી ભગાડી ગયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. 5 સપ્ટેમ્બરે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ હજુ સગીરાનો પતો નથી. આજે માતા-પિતાએ આરોપીના પોસ્ટર સાથે પોલીસ સમક્ષ ઝડપી કાર્યવાહીની માંગ કરી, પોલીસે ઢીલાશ રાખતી હોવાનો આક્ષેપ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

૧૫ વર્ષની સગીરા એક સપ્તાહ પછી પણ મળી આવી નથી

સોમા તળાવ વિસ્તારમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા પરિવારની ૧૫ વર્ષની સગીરા ઘરેથી નીકળી ગયા બાદ એક સપ્તાહથી ગુમ છે.

શરૃઆતમાં માતાએ ઠપકો આપતાં સગીરા ઘર છોડીને જતી રહી હોવાનું પરિવારે જણાવ્યું હતું. ત્યારબાદ ૨૩ વર્ષના અતુલ સોલંકી નામનો યુવક સગીરાને લાલચ આપી ભગાડી ગયાનો પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે.

આ મામલે સગીરાના પિતાએ ગત ૫ સપ્ટેમ્બરે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદ નોંધાયાને એક સપ્તાહનો સમય વીતી ગયો હોવા છતાં સગીરાનો કોઈ પતો નહીં લાગતા માતા-પિતા ચિંતિત બન્યા છે.

આજે સગીરાના માતા-પિતાએ આરોપીના પોસ્ટર સાથે પોલીસ સમક્ષ પોતાની પુત્રીને વહેલી તકે શોધી કાઢવાની માગ કરી હતી. વકીલે આક્ષેપ કર્યો કે પોલીસ તપાસમાં ઢીલાશ રાખી રહી છે અને ફરિયાદીને માત્ર આશ્વાસન આપેછે. સગીરા સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોણ સ્વીકારશે એવું એમણે પૂછ્યું છે.