Baroda

ખટંબા અર્બન રેસિડેન્સીમાં જુગાર રમાડતા મકાન માલિક સહિત ૧૪ ઝબ્બે

By GS Team
2 Sep 20261 min read
TukuTouch Logo
વાઘોડિયા રોડ પર ખટંબા અર્બન રેસિડેન્સીમાં ચાલતા જુગારધામ પર કપુરાઈ પોલીસે દરોડો પાડ્યો હતો. વહેલી સવારે 3 વાગ્યે પોલીસે જયેશ માછીના મકાનમાંથી 14 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 12 મોબાઈલ, રોકડા ₹24,770 અને 3 ટુ-વ્હીલર સહિત કુલ ₹4,81,420નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખટંબા અર્બન રેસિડેન્સીમાં જુગાર રમાડતા મકાન માલિક સહિત ૧૪ ઝબ્બે

અત્રે વાઘોડિયા રોડ સ્થિત ખટંબા અર્બન રેસિડેન્સીમાં મકાનમાં ચાલતા જુગારધામ પર કપુરાઈ પાલીસની ટીમે છાપો મારી જુગાર રમી રહેલા ૧૪ જુગારીઓને રૃા.૪.૮૧ લાખ ઉપરાંતની મતા સાથે ઝડપી પાડયા છે.

વાઘોડિયા રોડ ખટંબા અર્બન રેસિડેન્સીમાં જયેશ માછી તેના મકાન નંબર ૫૦૪ બ્લોક નંબર બી-પાંચમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડી રહ્યો છે તેવી બાતમી મળતા આજે વહેલી સવારે ૩ વાગ્યે પોલીસની ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા ૧૪ જુગારીઓને ઝડપી પાડયા છે, જેમાં જયેશ માછી, હિતેશ દરજી ( ખટંબા રેસીડેન્સી), કરણ કહાર, દેવેન્દ્ર કહાર (મધુપાર્ક,વાઘોડિયા રોડ), સાગર પ્રજાપતિ, પ્રકાશ માછી, મયુર ચુનારા (  ઉકાજીનું વાડિયું, વાઘોડિયારોડ), મયૂર પાટણવાડિયા, સાગર માછી (મહેશ કોમ્પલેક્સ, પરિવાર ચાર રસ્તા), કૃનાલ રાજપૂત, ધવલ રાજપૂત (બળિયાદેવનગર, ઉમા ચાર રસ્તા), કરણ ઠાકોર ( વુડાના મકાન, બાપોદ), ચિંતન રાવળ (મુક્તાનંદ સોસાયટી, વાઘોડિયા રોડ) અને પાર્થ પટેલ ( હીરાબાનગર, બાપોદ જકાતનાકા)નો સમાવેશ થાય છે.

દરોડા દરમિયાન પોલીસે મોબાઈલફોન ૧૨ નંગ, અંગજડતીના રોકડા રૃા.૨૪,૭૭૦, જમીન દાવ પરના રૃા.૧૬,૬૫૦ તથા ત્રણ ટુ વ્હીલર વાહનો મળી કુલ રૃા.૪,૮૧,૪૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.