બિટ રુટ બાજરા મોમો, ક્રંચકિન ખાખરા સહિતની 100 હેલ્ધી વાનગીઓ રજૂ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગમાં નેશનલ ન્યુટ્રિશન મન્થની ઉજવણી શરુ કરવામાં આવી છે.જેનો પ્રારંભ આજે યોજવામાં આવેલા એક સેમિનારથી થયો હતો.
ઉજવણીના ભાગરુપે વિભાગના સ્ટુડન્ટસે પોષક તત્વોને ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી હેલ્ધી રેસિપીમાંથી બનાવાયેલી વાનગીઓને પણ રજૂ કરી હતી.જેમાં બીટરુટ બાજરા મોમો, કાળા ચણા- રાજગરાના લાડૂ, વેજ ચિઝ સોયા નગેટ, સોયા કબાબ, ક્રંચકિન ખાખરા, રાજગરા ચિક્કી જેવી નવતર અને જેમાંથી પૂરતુ આયર્ન, પ્રોટિન સહિતના પોષક તત્વો મળી રહે તેવી નવતર વાનગીઓનો પણ સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓએ બનાવેલી રેસિપી લોકો માટે વિભાગમાં ઉપલબ્ધ છે.સાથે સાથે તા.૧૯ ડિસેમ્બરે યોજનારા ફૂડ કાર્નિવલમાં પણ આ વાનગીઓ રજૂ કરાશે.
ન્યુટ્રિશન મન્થની ઉજવણીના ઉદઘાટન સમારોહમાં ચાર કોફી ટેબલ બૂકનું વિમોચન કરાયું હતુ.સાથે સાથે કરાયેલી જાહેરાત પ્રમાણે વિભાગના સ્ટુડન્ટસ દ્વારા સ્કૂલોમાં અને આંગણવાડીઓમાં જઈને બાળકો માટે પોષક આહારનું શું મહત્વ છે તેની જાણકારી આપતા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાશે.સાથે સાથે આંગણવાડીઓમાં બાળકોને જે ભોજન અપાય છે તેને વધારે પોષણક્ષમ બનાવવા માટે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.




