Banaskantha

બોલ મારી અંબે...!! અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં 43.05 લાખથી વધુ માઈભક્તો પહોંચ્યા, 4528 ધ્વજા ચઢાવાઈ

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભક્તિભાવ સાથે સંપન્ન થયો. યાત્રાધામ અંબાજીમાં 43,05,391 ભક્તોએ દર્શન કર્યા. 67,572 યાત્રિકોએ રોપવેનો લાભ લીધો, જ્યારે 3,50,618 મુસાફરોએ ST બસમાં પ્રવાસ કર્યો. અન્નક્ષેત્રમાં 4,93,889 ભક્તોએ ભોજન લીધું. ભંડાર અને ભેટમાંથી કુલ 2,16,44,619 રૂપિયાની આવક થઈ, જેમાં 36.5 ગ્રામ સોનું મળ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

બોલ મારી અંબે...!! અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં 43.05 લાખથી વધુ માઈભક્તો પહોંચ્યા, 4528 ધ્વજા ચઢાવાઈ

Ambaji Bhadarvi Poonam Mela: શક્તિપીઠ અંબાજી ખાતે 20મીથી 26મી સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમ મહામેળો ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સત્તાવાર સાત દિવસના ડેટા મુજબ, 43,05,391 યાત્રિકોએ અંબાજી ધામની મુલાકાત લીધી હતી. મેળા દરમિયાન 67,572 યાત્રિકોએ ગબ્બર રોપવેનો લાભ લીધો હતો. જ્યારે એસટીની 8203 બસ ટ્રીપમાં 3,50,618 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. અન્નક્ષેત્રમાં 4,93,889 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. તેમજ 32,31,263 મોહનથાળ પેકેટનું વિતરણ કરાયું હતું. ભંડાર, ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની કુલ આવક 2,16,44,619 રૂપિયા નોંધાઈ હતી.

સાત દિવસમાં 36.5 ગ્રામ સોનું મળ્યું

અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના 7 દિવસ દરમિયાન અંબાજી ધામમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતા. સત્તાવાર અંતિમ આંકડા મુજબ 20મીથી 26મી સપ્ટેમ્બર દરમિયાન કુલ 43,05,391 યાત્રિકોએ માં અંબાના દર્શન કર્યા હતા. 23મી સપ્ટેમ્બરે સૌથી વધુ 11,42,129 યાત્રિકો નોંધાયા હતા. ભાદરવી પૂનમના દિવસે અંબાજી તરફ આવતા માર્ગી પર પદયાત્રીઓ અને વિવિધ સંઘોનો પ્રવાહ જોવા મળ્યો હતો અને ‘જય અંબે’, ‘બોલ માડી અંબે’ના જયઘોષથી યાત્રાધામ ગુંજી ઉઠ્યું હતું. મેળા દરમિયાન ગબ્બર રોપવેનો 67,572 યાત્રિકોએ લાભ લીધો હતો. એસટી નિગમ દ્વારા 8203 બસ ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેમાં 3,50,618 યાત્રાળુઓએ મુસાફરી કરી હતી.

મંદિરના શિખરે કુલ 4528 ધ્વજાઓ ચઢાવવામાં આવી હતી. અન્નક્ષેત્રમાં 4,93,889 ભક્તોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદ લીધો હતો. જ્યારે 32,31,263 મોહનથાળ અને 44,696 ચીકીના પેકેટનું વિતરણ કરાયું હતું. ભંડાર, 5000 રૂપિયા ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્ર મારફતે 7 દિવસમાં 2,16,44,619 રૂપિયાની આવક નોંધાઈ હતી. અંતિમ દિવસે 36,500 ગ્રામ સોનાનું દાન મળ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા 3,05,214 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી અને બાળ સુરક્ષા હેઠળ 1,43,899 બાળકોની સુરક્ષા કામગીરી કરવામાં આવી હતી. મેળાના પાંચમા દિવસે 24મી સપ્ટેમ્બરે 7,23,831 યાત્રિકોએ દર્શન કર્યા હતા. 9060 યાત્રિકોએ રોપવેનો લાભ લીધો, એસટીની 1036 ટ્રીપમાં 43,512 મુસાફરોએ પ્રવાસ કર્યો અને 781 ધ્વજાઓ ચઢાવવામાં આવી હતી. આ દિવસે અન્નક્ષેત્રમાં 52,334 ભક્તોએ ભોજન લીધું, 3,53,689 મોહનથાળ અને 6326 ચીકી પેકેટનું વિતરણ થયું હતું. 36,18,506 રૂપિયાની આવક નોંધાઈ હતી.