Get The App

94.78 ટકા સાથે સરહદી શાળા સપ્રેડાએ રાજ્યમાં 1 સ્થાન મેળવ્યું

- એસએસસી બોર્ડના પરિણામમાં બનાસકાંઠાના સપ્રેડા કેન્દ્રે મેદાન માર્યું

- ૬૪.૦૮ ટકા સાથે બનાસકાંઠા રાજ્ય નવમા ક્રમે,૧૬ સ્કૂલોનું પરિણામ ૧૦૦ ટકા સાથે લાખણીનું કોટડા ૨૧ ટકા સાથે જિલ્લામાં છેલ્લું સ્થાન

Updated: Jun 10th, 2020

GS TEAM

Google News
Google News
94.78 ટકા સાથે સરહદી શાળા સપ્રેડાએ રાજ્યમાં 1 સ્થાન મેળવ્યું 1 - image

પાલનપુર, તા. 9 જુન 2020, મંગળવાર

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલી એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા બાદ કોરોનાને લઈ વિલંબમાં મુકાયેલ પરિણામ વાલીઓ અને વિદ્યાર્થીઓની આતુરતાના અંતે ાજે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ ૬૪.૦૮ ટકા આવ્યું છે. જોકે શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતા બનાસકાંટાના છેવાડે આવેલ સરહદી વાવ તાલુકાના સપ્રેડા કેન્દ્રે ૯૪.૭૮ ટકા સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ડંકો વગાડયો છે. ધો. ૧૦ના પરિણામમાં બનાસકાંઠાએ ગત વર્ષની સરખામણીમાં સાડા ચાર ટકાનો ઘટાડા સાથે નવમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ચાલુ વર્ષે એસ.એસ.સી. બોર્ડનું પરિણામ કોરોનાના કહેરને લઈ વિલંબમાં મુકાયેલ પરિણામ મંગળવારે ઓનલાઈન જાહેર કરાયું છે. જેમાં બનાસકાંઠાના વાવ તાલુકાના સપ્રેડા કેન્દ્રે ૯૪.૭૮ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ડંકો વગાડયો છે. જિલ્લામાં ધો. ૧૦ના ચાલુ વર્ષે એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાના પરિણામમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સાડા ચાર ટકાનો ઘટાડો થયો છે. જેમાં ગત વર્ષે ૬૮.૫૯ ટકા પરિણામની સામે ચાલુ ર્ષે ૬૮.૫૮ ટકા પરિણામ આવ્યું છે. માર્ચ ૨૦૨૦માં લેવાયેલી ધો. ૧૦ની પરીક્ષામાં ૪૨.૩૫૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ૪૧.૬૬૯  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૨૬.૭૦૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં ૧૬ સ્કૂલોએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. ૩ સ્કૂલનું પરિણામ ઝીરો ટકા, જ્યારે ૭૪ સ્કૂલનું પરિણામ ૩૦ ટકાથી નીચું રહ્યું છે. આ ર્ષે ૫૯ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં આવ્યા છે. જ્યારે ૬૫૯ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવ્યો છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે એ-૧ ગ્રેડમાં ઘટાડો થવા પામ્યો છે તેમજ  આ વર્ષે ૧૦૦ ટકા પરિણામવાળી ૧૬ શાળા છે. જે ગત વર્ષે ૧૨ શાળા હતી. જેમાં ત્રણ શાળાઓનો વધારો નોંધાયો છે. આ વર્ષે ધો. ૧૦ની પરીક્ષામાં સુધારો આવતા જિલ્લામાં શિક્ષણનું સ્તર વધ્યું છે. જેમાં ગત વર્ષે બનાસકાંઠા રાજ્યમાં ૧૩મા ક્રમે હતો. જ્યારે આ વર્ષે ૯મા ક્રમે પહોંચ્યો છે. જિલ્લામાં છેવાડે આવેલ  વાવનું સપ્રેડા ૯૪.૭૮ ટકા સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને રહ્યું છે. જ્યારે લાખણીનું કોટડા કેન્દ્ર ૨૧ ટકા સાથે જિલ્લામાં છેલ્લા ક્રમે રહ્યું છે. આજે વહેલી સવારે ઓનલાઈન પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓએ મોબાઈલ તેમજ સાયબર કાફે પોતાના પરિણામ જાણી લીધા હતા. જેમાં એ-૧ ગ્રેડ સહિત પાસ થનાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે નાપાસ વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી હતી.

ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં મહેસાણા મોખરે

જિલ્લો  વિદ્યાર્થીઓ      એ-૧    એ-૨    બી-૧   બી-૨   ટકા

અરવલ્લી       ૧૫૮૫૯        ૧૭     ૩૦૩    ૯૧૪    ૨૧૩૭   ૬૧.૧૦

બનાસકાંઠા     ૪૧૬૬૯ ૫૯     ૬૫૬   ૨૩૭૬  ૫૯૫૨  ૬૪.૦૮

મહેસાણા        ૨૯૧૪૮ ૪૪     ૭૮૨    ૨૧૪૨   ૪૧૪૧  ૬૪.૬૮

પાટણ  ૧૭૦૯૧ ૧૮     ૩૧૫    ૮૯૬    ૧૯૯૭  ૫૬.૭૬

સાબરકાંઠા      ૧૯૭૫૧ ૨૬     ૩૮૯    ૧૦૫૯  ૨૨૩૬   ૫૧.૭૧

કુલ     ૧૨૩૫૧૮        ૧૬૪    ૨૪૪૫  ૭૩૮૭  ૧૬૪૬૩ ૫૯.૬૬

Tags :