Astro

જમતાં પહેલાં થાળીની ફરતે પાણી કેમ છાંટવામાં આવે છે? માત્ર પરંપરા નહીં, જાણો તેની પાછળનું રહસ્ય

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
હિન્દુ સંસ્કૃતિમાં ભોજન પહેલાં થાળી ફરતે જળનું આચમન કરવાની પરંપરા છે. આ ક્રિયાથી શરીરના પંચતત્વો સંતુલિત થાય છે અને ભોજન અમૃત સમાન બને છે. તે અન્નનું શુદ્ધિકરણ કરે છે અને સૂક્ષ્મ જીવોથી રક્ષણ આપે છે. પ્રાચીન સમયમાં કાચા ઘરોમાં જમીનની ધૂળ અને જીવજંતુઓથી ભોજનને બચાવવા આ એક વૈજ્ઞાનિક ઉપાય હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જમતાં પહેલાં થાળીની ફરતે પાણી કેમ છાંટવામાં આવે છે? માત્ર પરંપરા નહીં, જાણો તેની પાછળનું રહસ્ય
AI Image

Spiritual Science Behind Food Aachaman: હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં ભોજન ગ્રહણ કરવાના કેટલાક ચોક્કસ નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિએ અત્યંત લાભદાયી માનવામાં આવે છે. આ નિયમો પૈકીનો એક મહત્ત્વપૂર્ણ નિયમ છે—જમતાં પહેલાં ભોજનની થાળીની ફરતે પાણીનું આચમન કરવું.

જમતાં પહેલાં થાળીની આસપાસ જળ છાંટીને આચમન કરવાથી શરીરના તમામ પંચતત્વો સંતુલિત થાય છે અને ભોજન અમૃત સમાન બની જાય છે. હથેળીમાં થોડું જળ લઈને થાળીની ફરતે ઘડિયાળની દિશામાં ફેરવીને છાંટવામાં આવે છે, ત્યાર પછી ઈશ્વરને ભોગ અર્પણ કરીને ભોજન લેવાની પરંપરા છે.

જળનું આચમન કરવાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ

અન્નનું શુદ્ધિકરણ: આચમન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય અન્ન અને તેની આસપાસની ઊર્જાનું શુદ્ધિકરણ કરવાનો છે. તેનાથી ભોજનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે.

જીવ-જંતુઓથી રક્ષણ: થાળીની આસપાસ જળ છાંટવાથી જમીન પર રહેલા નાના સૂક્ષ્મ જીવો ભોજનની થાળીથી દૂર રહે છે.

ઈશ્વરીય કૃપા અને ભોજન મંત્ર: આચમન દરમિયાન હથેળીમાં જળ લઈને ત્રણ વખત થાળીની ફરતે ફેરવવામાં આવે છે. ત્યારબાદ આંખો બંધ કરીને ઈશ્વરનું ધ્યાન ધરીને ભોજન મંત્ર બોલવામાં આવે છે, જેનાથી ભોજન પ્રસાદ બની જાય છે.

સદીઓ જૂની પરંપરા પાછળનું વૈજ્ઞાનિક કારણ

જમતાં પહેલાં થાળીની ફરતે પાણી છાંટવાની આ પરંપરા સદીઓ જૂની છે, જેની પાછળ વ્યવહારુ કારણો પણ રહેલાં છે. પ્રાચીન કાળમાં મોટાભાગના ઘરો કાચાં હતાં અને લોકો જમીન પર બેસીને ભોજન કરતા હતા. થાળીની ફરતે પાણીની એક વર્તુળાકાર રેખા બનાવી દેવાથી જમીનની ધૂળના રજકણો ઊડીને ભોજનમાં પડતા અટકી જતા હતા. કાચી માટીમાંથી કીડી, મકોડા કે અન્ય નાના જીવજંતુઓ ભોજનની થાળી તરફ ન ચડી શકે તે માટે પાણીનું આચમન એક કુદરતી રક્ષણાત્મક કવચનું કામ કરતું હતું.

ભોજન શુદ્ધિ અને આચમનની યોગ્ય રીત

1. મુખ શુદ્ધિ: ભોજન કરતાં પહેલાં હાથ-પગ ધોઈને સ્વચ્છ પાણીથી કોગળો કરી મુખ શુદ્ધ કરવું.

2. સ્વચ્છ આસન: સ્વચ્છ સ્થાન પર પાટલો કે આસન પાથરીને શાંતિથી પલાંઠી વાળીને બેસવું.

3. જળ આચમન: જમણી હથેળીમાં થોડું પાણી લઈને ભોજનની થાળીની ફરતે ત્રણ વખત ફેરવીને છાંટવું.

4. પ્રથમ કોળિયો અર્પણ કરવો: આંખો બંધ કરી ઈશ્વરનું સ્મરણ કરી ભોજન મંત્ર બોલવો અને પ્રથમ નાનો કોળિયો ઈશ્વર કે ગાય-પશુ-પક્ષીના નામે અર્પણ કરીને બાજુ પર મૂકવો.

5. શાંતિપૂર્વક ભોજન: આ વિધિથી ગ્રહણ કરેલું ભોજન પવિત્ર બનીને શરીરને સંપૂર્ણ પોષણ આપે છે અને તમામ પ્રકારના રોગ-દોષ દૂર રાખે છે.